આયોજન:મહિલાઓ પરની જાતીય સતામણી રોકવાના સેલની રચનાની બેઠક

ગોધરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોવિંદ ગુરુ યુનિ. ખાતે કુલપતિના અધ્યક્ષસ્થાને બેઠક

ગોધરાની ગોવિંદ ગુરુ યુનિ. કોન્ફરન્સ રૂમમાં મહિલાઓ પરની જાતીય સતામણી રોકવા અંગેના સેલની રચનાની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મુખ્ય અધ્યક્ષ સ્થાને કુલપતિ ડૉ .પ્રતાપસિંહ ચૌહાણ સભ્ય સચિવ ડૉ અનિલભાઈ સોલંકી, અધ્યક્ષ ડૉ.કામીનીબેન દશોરા તથા સેલના સભ્યો ડૉ.દિપ્તીબેન સોની, હંસાબેન ચૌહાણ, ડૉ.ગીતાબેન પંચાલ, ડૉ.વૈશાલીબેન પટેલ, ડૉ.મહેશ રાઠવાની ઉપસ્થિતિમાં મહિલા જાતીય સતામણી અંગેના અનેક પ્રકારના મુદ્દાઓની ચર્ચા કરી હતી.

વર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના જાતીય સતામણી અંગેના પ્રશ્નો કેવા હોઇ શકે અને તેનો ઉકેલ લાવવા માટે શું શું કરી શકાય તે અંગેની કમિટીના સભ્યો દ્વારા વિસ્તૃત ચર્ચા કરી હતી. આ કમિટી દ્વારા મહિલાઓ સાથેની જાતીય સતામણીને કેવી રીતે રોકી શકાય તે અંગેના નિવારણ, સમાધાન અથવા કાનૂની કાર્યવાહી માટે ક્યા પ્રકારની જોગવોઈ કરવી તે અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

મહિલા જાગૃતી, મહિલાના સ્વાસ્થ્ય તથા મહિલાઓને આર્થિક રીતે પગભર થવા માટેની મહિલા દ્વારા SSIPની ચર્ચા કરી હતી. યુનિવર્સિટી તથા કોલેજના દરેક કર્મચારી તથા વિદ્યાર્થીઓ આ કમિટીની રચના હેતુઓ તથા ભૂમિકાથી પરિચિત થયા તે પ્રયાસો માટેના આયોજન વિષે ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...