બેઠક:પંચમહાલ જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત બેઠક

ગોધરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇલેકટોરલ રોલ ઓબઝર્વર રાજકુમાર બેનીવાલના અધ્યક્ષ સ્થાને યુવાનોને નોંધણી કરાવવા અનુરોધ

પંચમહાલ જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તારીખ 01 નવેમ્બર-2021થી તા 30 નવેમ્બર-2021 સુધીના સમયગાળા દરમિયાન મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાલમાં ચાલી રહ્યો છે. જેમા થયેલી કામગીરીની સમીક્ષા અંગે પંચમહાલ જિલ્લાની મુલાકાતે આવેલ ઇલેકટોરલ રોલ ઓબઝર્વર રાજકુમાર બેનીવાલના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની ઉપસ્થિતિમાં ચુંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલ ચુંટણી અધિકારીઓ સાથે જિલ્લા સેવાસદન-1ના સભાખંડમાં ઓબઝર્વરને પુષ્પગુચ્છ આપી સમીક્ષા બેઠક યોજાઇ હતી.

જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરતા ઇલેકટોરલ રોલ ઓબઝર્વર રાજકુમાર બેનીવાલને ફોર્મ નંબર 6ની અરજીઓ, ફોર્મ નંબર 7ની અરજીઓ, ફોર્મ નંબર 8ની અરજીઓ તેમજ ફોર્મ નંબર 8કની અરજીઓ કેટલી મળી છે. તેની થયેલી કામગીરીની વિગતો વિડીયો પ્રેઝન્ટેશન દ્રારા જિલ્લા નાયબ ચુંટણી અધિકારી નેહાબેન ગુપ્તાએ રજુ કરી હતી.

તેને નિહાળી ઓબઝર્વર રાજકુમાર બેનીવાલે ચુંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલ ચુંટણી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી જરૂરી સલાહ સુચન સાથે રચનાત્મક માર્ગદર્શન આપી જિલ્લામાં ચાલી રહેલા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમને વધુમાં વધુ અસરકારક બનાવી ખાસ ઝુંબેશના ભાગ રૂપે લઇ વધુમાં વધુ યુવાન મતદારો પોતાની મતદાર તરીકે નોંધણી કરાવવા ફોર્મ નંબર 6 ભરે તેવો અનુરોધ કર્યો હતો. તેમજ બુથ લેવલ ઓફિસરો દ્વારા મતદાન મથકો ખાતે હક્ક-દાવાઓ અને વાંધા અરજીઓનો સ્વીકાર કરવામાં આવે તેના થકી આ કાર્યક્રમને અસરકારક બનાવવા માટે ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...