કામગીરી:પરૂણાના મહિલા તલાટીએ લાભાર્થી પાસે રૂપિયા માંગતાં 6 માસ માટે સસ્પેન્ડ કરાયા

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટીડીઓએ ખાતાકીય તપાસ કરી તલાટી સામે શિક્ષાત્મક પગલા ભર્યા
  • લાભાર્થી પાસેથી રૂપિયા લેવાની વાતચિતનો ઓડીઓ વાયરલ થયો હતો

કાલોલ તાલુકાના પરૂણા ગામના લાભાર્થી અને મહિલા તલાટી વચ્ચે આવાસ યોજના માટેના હપ્તા આપવા બાબતે રૂા.1500 અાપવાની વાતચીતની ઓડિયો કલીપ વાયરલ થઇ હતી. જેને લઇ મહિલા તલાટી સુનિતાબેન રાવતની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. જયારે મહિલા તલાટી સુનિતાબેને આવાસ યોજનાના લાભાર્થી સાથે વેરાની રકમ મામલે વાતચીત થઈ હોવાનું જણાવ્યું અને મહિલા તલાટી દ્વારા આ રીતે પોતાનો લૂલો બચાવ કરવામાં આવ્યો હતો.

અોડિયો કલીપ વાઇરલ થતાં તાલુકા વિકાસ અધિકારી અર્જુનસિંહ.બી. રાઠોડ દ્વારા આ બાબતની ગંભીરતા દાખવી તલાટીએ આવાસના સહાય આપવા માટે નાણાં લીધા છે કે નહિ તે અંગે ખાતાકીય તપાસ કરવામાં આવી હતી. કાલોલ તાલુકા વિકાસ અધિકારીની ટીમ પરૂણા ગામ પહોંચી વાયરલ ઓડીઓ કલીપની ખરાઈ કરી હતી અને લાભર્થોઓના નિવેદનો લેવામાં આવ્યા હતા. તપાસમાં પરૂણા ગામના મહિલા તલાટી સુનિતાબેન રાવતે ઓડીયો કલીપમાં લાભાર્થીઓ પાસેથી રૂપિયા લીધા હોવાની હકીકત સામે આવી હતી.

આ બાબતની તપાસ અહેવાલના અંતે તલાટી સુનિતાબેન રાવત દોષિત જણાઈ આવતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તલાટી સુનિતાબેનને 6 મહીના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તલાટીને સસ્પેન્ડ કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...