તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:એક કરોડની છેતરપિંડી કરનાર આરોપીને મહી. SOGએ ઝડપ્યો

ગોધરા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 26 વર્ષથી છૂપાઇને રહેલો આરોપી અમદાવાદથી ઝડપાયો
 • સંતરામપુર પોલીસ મથકે 1995માં ફરિયાદ નોંધાઇ હતી

સંતરામપુર તથા આસપાસના વિસ્તારોમાં સતીષ રમણભાઇ કોઠારી સભ્યો બનાવીને સભ્યો પાસેથી માસીક હપ્તા ઉધરાવતો હતો અને સભ્યોને ઇનામી ડ્રો કરીને ઇનામ આપતો હતો. સતીષ કોઠારીએ સભ્યોની સંખ્યા વધી જતાં રાતોરાત એક કરોડ જેટલી રકમ લઇને ભાગી ગયો હતો. સંતરામપુર પોલીસ મથકે વર્ષ 1995માં સતિષભાઇ રમણભાઇ કોઠારી તથા તેના ભાઇ વિરુદ્ધ રૂા.1,00,80,000ની છેતરપીંડીની ફરીયાદ નોંધાઇ હતી. સંતરામપુરના જે ગુનામાં સતીષભાઇ રમણભાઇ કોઠારી નાસતો ફરતો હતો.

મહિસાગર એસઓજીની ટીમ દ્વારા સંતરામપુર વિસ્તારમાં જુના લોકોની પુછપરછ કરીને તેઓના કુંટુંબીઓ તથા સગા સબંધીની માહીતી મેળવીને તપાસ કરતા આરોપી સતીષ કોઠારી અલગ અલગ જગ્યાએ વસવાટ કરી હાલ અમદાવાદ ખાતે કોઇક જગ્યાએ તેમના છોકરાઓ સાથે રહે છે. જે આધારે તપાસ કરતા એસઓજી પો.સ.ઇ એસ.એલ. કામોળને બાતમી મળેલી કે આરોપી સતિષભાઇ રમણભાઇ કોઠારીનાનો તેના છોકરા સાથે અમદાવાદ ખાતે શ્રી સદન એપાર્ટમેન્ટ વાસણા અમદાવાદ ખાતે રહે છે. પોલીસે બાતમી તથા ટેકનીકલ એનાલીસીસના આધારે એસ.ઓ.જી મહીસાગરની ટીમ દ્વારા બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા તેમનો છોકરો મળી આવ્યો હતો.

જેને વિશ્વાસમાં લઇ તેના પિતા અને કાકા બાબતે પુછપરછ કરતા તેના પિતા નામે સતિષભાઇ રમણભાઇ કોઠારી જેઓ નજીકના ફ્લેટમાં રહેતા હોવાની માહીતી આપી હતી. પોલીસે નજીકના ફલેટમાં તપાસ કરતાં આરોપી સતિષ કોઠારી મળી આવ્યો હતો. અન્ય આરોપી તેના ભાઇ યોગેશભાઇ રમણભાઇ કોઠારી પુછપરછ કરતા તે ત્રણ એક વર્ષ અગાઉ રાજકોટ ખાતે મરણ થયેલું હોવાનું જણાવીને તેમનું મરણનું સર્ટી રજુ કર્યું હતું. મહિસાગર એસઓજી પોલીસે વર્ષ 1995માં નોધાયેલી ફરીયાદના આરોપીને 26 વર્ષ બાદ પકડી પાડીને સંતરામપુર પો.સ્ટેશને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો