તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:પાનમ નદીમાં રેડ કરતાં માફિયાઓનો ખનીજ વિભાગના કર્મીઓ પર હુમલો

ગોધરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી મોરવા(હ) પોલીસ મથકે જમા કરાવી ફરિયાદ નોંધાવી

મોરવા(હ)માં ખનીજ માફિયાઓ દ્વારા પાનમ નદીમાં ગેર કાયદેસર ખનન કરવામાં આવે છે. જ્યારે તાલુકાના કસનપુર ગામના અર્જુનસિંહ રાયસિંહ પટેલની પાનમ નદીના પટમાં સાદી લીઝ હતી. જે લીઝનું પર્યાવરણ સર્ટી ન હોવાથી લીઝને એટીઆર હેઠળ ખનીજ વિભાગ દ્વારા 7 મે 2018થી લોક કરવામાં આવી હતી. તેમ છતા ગેર કાયદેસર સાદી રેતીનું ખોદકામ કરવામાં આવતુ હોવાની ખાણ ખનીજ વિભાગને ખાનગી બાતમીના આધરે મળી હતી. જેને લઇને ખનીજ વિભાગના કર્મચારીઓ દ્વારા વોચ ગોઠવી સુલિયાત નજીક બે ટેમ્પા અને એક ટ્રક પકડવામાં આવ્યા હતા. જેની પૂછપરછ કરતા કોઈ પાસ પરમીટ મળી આવેલ ન હતી. જેને વધુ પૂછપરછ કરતા રેતી કસનપુર ગામના પાનમ નદીના પટમાંથી ભરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જેને લઇને ખાણ ખનીજ દ્વારા કસનપુર ગામના પાનમ નદીમાં રેડ કરવામાં આવી હતી. તે દરમ્યાન હિટાચી દ્વારા રેતીનું ખોદકામ કરવામાં આવી રહ્યું હતું.

હિટાચીને કબજે લેતા હિટાચી માલિક દ્વારા ઉશ્કેરાઈ તેમના આજુબાજુ આવેલા માણસોને જોતજોતામાં ભેગા કર્યા હતા. અને ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ બાબતે સમગ્ર ધટનાની જાણ મોરવા(હ) પોલીસને કરાતા પોલીસ ધટના સ્થળે આવી પહોચી હતી. અને બળવંતસિંહ ઉર્ફે મોહનભાઈ રાયસિંહ પટેલ, કિરણસિંહ બળવંતસિંહ પટેલ રહે. કસનપુર તથા ભીખાભાઇ કોરયાભાઇ ભરવાડ રહે.છાવડ ઝડપાઇ ગયા હતા. ખાણ ખનીજ વિભાગ દ્વારા બે ટેમ્પો એક ટ્રક અને એક હિટાચી મશીન મળી કુલ રૂા. ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી મોરવા(હ) પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો. અને ઝડપાયેલા 3 વ્યક્તિઓ સહિત અન્ય વ્યક્તિઓ સામે મોરવા(હ) પોલીસ સ્ટેશનમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...