તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:લુણાવાડા તાલુકા પંચાયત કચેરીના માસ્ક વગરના બે કર્મીને રૂપિયા 1-1 હજારનો દંડ ફટકાર્યો

ગોધરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • તાલુકા વિસ્તરણ અધિકારી અને PMYયોજનાના ક્લાર્કને દંડ
 • દંડ કરાયેલા કર્મચારીઓ માસ્ક પહેર્યા વિના તસવીરમાં ઝડપાયા

દેશમાં કોરોના મહામારીની બીજી ઈનિંગથી બિહામણી શરૂઆતથી ચિંતાનું મોજું ફરીવળ્યું છે ત્યારે મહીસાગર જિલ્લામાં પણ કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો હોવાથી સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈનને અનુસરવા માટે લોકોને સમજાવવા જનજાગૃતિના કાર્યક્રમો અને માસ્ક ન પહેનારને મોટા પાયે દંડ ઉઘરાવી લોકો માસ્ક પહેરે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યો હતા.

ત્યારે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં આવેલા લુણાવાડા તાલુકા પંચાયત કચેરીની અંદર અમુક શાખાઓના કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા હોઈ કેટલીક શાખાઓ બંધ કરવાની ફરજ ઉભી થઈ હતી. તો સાથે સાથે આ જ તાલુકા પંચાયતની ઓફિસે કેટલાક કર્મચારીઓ માસ્ક પહેર્યા વિના ફરતા અને કચેરીની અંદર જોવા મળ્યા છે.

એક બાજુ લુણાવાડા તાલુકાનું હબ ગણાતા બજારો અધિકારીઓ અને પોલીસ મળીને બંધ કરાવે છે ત્યારે આ અધિકારીઓની ઓફિસે જ આવું લોલમ લોલ જોવા મળ્યું હતું. જે સમાચાર ફોટા સાથે દિવ્ય ભાસ્કરમાં પ્રસારિત થતાં PMY શાખાના ક્લાર્ક પણદા મોહનભાઈ દાજીભાઈ તથા તાલુકા વિસ્તરણ અધિકારી સોલંકી રાજેન્દ્રસિંહ જલમસિંહ બંને કર્મચારીને એક એક હજારનો દંડ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો