તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વાસઘાત:લખનઉ સ્થિત હોલી ડે ટુર્સ દ્વારા ગોધરાના રહીશ સાથે 13.41 લાખની છેતરપિંડી કરાઇ

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોધરાના રહેવાસીએ 29 સભ્યોના દુબઇ ટૂરના રૂપિયાના પચાસ ટકા એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા
  • દુબઇની ટિકિટ અને વિઝા ન મોકલીને વિશ્વાસઘાત કર્યો

ગોધરા સરકારી નિવૃત કર્મચારી નાનુભાઇ મોહનભાઇ રાણાને દુબઇ ફરવા જવાનું હોવાથી તેમના મિત્ર પુજન સોની મારફતે લખનઉની હોલી ડે ડીઅેમસી ટુરના પ્રોપરાઇટર સોહિલખાનનો સંપર્ક કરાવી અાપ્યો હતો. હોલી ડે ટૂરના સોહિલખાન ઉફે શાન દુબઇ જવાની ટીકીટ, વિઝા તથા હોટલની વ્યવસ્થા કરી અાપવાનું કહીને વિશ્વાસ અાપીને દુબઇ જવાવાળા 29 સભ્યોના રૂા.13,41,000 થશે તેમ કહેતાં નાનુભાઇ રાણાઅે સોહિલ ખાનના બેંક અેકાઉન્ટમાં અડધા પૈસા જમાં કરાવી દીધા હતા.

ત્યાર બાદ સોહિલખાનો ફોન પર જણાવેલ કે તમારી ટીકીટ કન્ફોર્મ થઇ ગઇ છે બાકીના 50 ટકા રૂપિયા જમા કરાવી દો નહીતો તમારી ટીકીટ કેન્સલ થઇ જશે જેથી નાનુભાઇઅે બાકીના 50 ટકા રકમ અેકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. તેમ છતા બતાવેલ તારીખ સુધી દુબઇ જવાની ટીકીટ અને વિઝા ન અાવતા દુબઇ જવાની તારીખ જતી રહી હતી.

જેથી સોહિલખાનને અવાર નવાર મોબાઇલ કરતાં ઉપાડતો ન હતો. ટુરની અોફિસના પ્રિતી ક્રિપ્લાણી તથા નિલેશ ઉફે રાહુલ પાંડેઅે પણ નાનુભાઇ રાણાને ગોળ ગોળ જવાબ અાપતા નાનુભાઇ રાણા અને અન્ય લખનઉ ખાતે સોહિલખાનની અોફિસ જતાં સોહિલ ખાને બીજા દુબઇનો પ્રોગ્રામમાં તમને દુબઇ મોકલીશું તેમ કહેતા તેઅો ગોધરા પરત અાવી ગયા હતા. સોહિલખાને દુબઇના બીજા પ્રોગ્રામની ટીકીટ અને વિઝા નહિ મોકલીને વિશ્વાસધાત અને 13.41 લાખની છેતરપીંડી કરતાં ગોધરાના અે ડીવીઝન પોલીસ મથકે સોહિલખાન અને નિલેશ પાંડે તથા પ્રિતિ ક્રિપ્લાણી વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...