તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ગોધરાના રણછોડજી મંદિરમાં જ ભગવાન જગન્નાથ ચર્યા કરશે

ગોધરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિયત રૂટની મંજૂરી ન મળતા મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધો

ગોધરામાં અષાઢી બીજ એટલે રથયાત્રાના દિવસે છેલ્લા કેટલાય વર્ષોથી શહેરના શ્રી રણછોડજી મંદિરેથી ભક્તિભાવપૂર્વક રથયાત્રા નીકળતી હોય છે. પરંતુ ગત વર્ષે દેશમાં કોરોનાની મહામારીને કારણે શહેરમાં રથયાત્રા કાઢવા માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી. જેને કારણે ભગવાનને નાના રથમાં બિરજમાન કરી નિજ મંદિરમાં જ રથ ફેરવવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે પણ કોરોનાની મહામારી યથાવત રહી હતી.

પરંતુ હાલ કોરોનાનું સંક્રમણ ઓછુ થતા સરકાર દ્વારા રાજ્યમાં તબક્કાવાર છૂટછાટ આપવામાં આવી રહી છે અને કોરોના ગાઇડ લાઇનના પાલન સાથે રથયાત્રા કાઢવા માટે મંજૂરી આપવામાં આવી રહી છે. જેને લઇને ગોધરા રણછોડજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ સતિષભાઇ વ્યાસ સહિત આગેવાનો તંત્ર પાસે રથયાત્રાની મંજૂરી મેળવવા ગયા હતા. તંત્ર દ્વારા રથયાત્રાની મંજૂરી કોરોનાની ગાઇડ લાઇનના પાલન સાથે મંજૂરી આપવા સહમત થયું હતું.

પરંતુ રથયાત્રાના નિયત રૂટને બદલે રણછોડજી મંદિર, પિંપુટકર ચોક, શહેરાભાગોળ, બાવાની મઢી થઇ સોનીવાડથી રથને નિજ મંદિરે પરત લાવવા તંત્રએ જણાવ્યું હતું. ટ્રસ્ટીઓ કોરોનાનની ગાઇડલાઇનના પાલન અંગે સંમત થયા હતા. પરંતુ નિયત રૂટ પર રથયાત્રા ફેરવવાની તંત્ર દ્વારા મંજૂરી ન મળતા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનને રથમાં બિરજમાન કરી નિજ મંદિરમાં જ રથ ફેરવવામાં આવશે. તેમ ગોધરા ચોર્યાસી બ્રાહ્મણ પંચના ટ્રસ્ટીઓ સહિત મંદિર ટ્રસ્ટના પ્રમુખ સતિષભાઇ વ્યાસે જણાવ્યું હતું.

રામજીમંદિરે પહિંદ વિધિ યોજાશે, રથયાત્રા દરમિયાન લીમખેડા પાલ્લીમાં જનતા કરફ્યુ રહેશે
લીમખેડામાં ચોથી રથયાત્રા યોજાનાર છે.કોવિડ ગાઈડલાઈન મુજબ એક્ઝિક્યુટિવ મેજિ. અને મામલતદારે રથયાત્રા દરમિયાન લીમખેડા, પાલ્લીમાં જનતા કરફ્યુનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. રથયાત્રા સમિતિના 60 જેટલા સ્વયંસેવકોના RTPCR રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તમામને મામલતદાર કચેરી દ્વારા ઇશ્યૂ કરવામાં આવનાર છે.

​​​​​​​સોમવારે બપોરે 2.00 કલાકે લીમખેડા રામજી મંદિર મુકામે રથની પહિંદવિધી મંત્રી બચુભાઈ ખાબડ તથા દાહોદ લોકસભા સાંસદ જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં યોજાશે.રથયાત્રામાં ભગવાનની નગરચર્યા ઝાલોદ રોડ ધરીયાફાર્મ નર્સરી થઈ માર્કેટયાર્ડ રામદેવજી મંદિર મુકામે વિસામો બાદ શાસ્ત્રી ચોક થઈ ઘનશ્યામ પ્રભુ ગુરુમંદિર મુકામે વિસામો કર્યા બાદ સાંજે 6.00 કલાકે નિજ મંદિર રામજી મંદિર મુકામે પૂર્ણાહુતિ કરવામાં આવશે.તેવું લીમખેડા રથયાત્રા સમિતિ દ્વારા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...