તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:કાલોલ તાલુકામાં કિશોરી પર દુષ્કર્મ આચરનારને આજીવન કેદની સજા

ગોધરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સમાજમાં દાખલો બેસે તે માટે આરોપીને પૂરેપૂરી સજાની કરેલી રજૂઆત

કાલોલ તાલુકાના અાંતરીયાળ ગામે વર્ષ 2017માં ગામના ભીખાભાઈ શંકરભાઈ હરીજને તેની સગી થતી કિશોરીની મરજી વિરૂધ્ધ બે ત્રણ વખત બળાત્કાર કરી આ વાત તું કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી અા દરમ્યાન તેણીને પાંચ માસનો ગર્ભ રહી જતા ભીખાભાઈ વિરુધ્ધ વેજલપુર પોલીસ સ્ટેશન ગુનો નોંધાવ્યો હતો. તથા ભીખાભાઈ વિરૂધ્ધ પુરતા પુરાવો હોવાથી કુટુંબી વડીલ હોવા છતાં સગી કિશોરી સાથે બળાત્કાર જેવું ગંભીર કૃત્ય કરેલ છે. સમાજમાં બળાત્કાર જેવા ગંભીર પ્રકારના ગુના અવાર - નવાર બનતા રહે છે તેના કારણે સમાજમાં પડતી અસરોને ધ્યાને લઈ જો આરોપીને માત્ર કહેવા પુરતી સજા કરવામાં આવે તો તેની વિપરીત અસર સમગ્ર સમાજ ઉપર પડે તેમ છે .જેથી સમાજમાં દાખલો બેસે તે માટેના આરોપીને પુરે પુરી સજાની રજુઅાત કરતા ગોધરાના મે.બીજા એડી.સિવિલ જજની કોર્ટ સમક્ષ ચાર્જશીટ દાખલ કરી કેસ કિમીનલ પ્રોસીજર કોડની કલમ ૨૦૯ હેઠળ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ પંચમહાલ ગોધરામાં આપવામાં આવ્યો હતો.

કોર્ટમાં બંન્ને તરફની દલીલો બાદ ચોથા એડી. સેશન્સ જજ ભુર્વિ સુરેશભાઈ શાહ( સ્પેરીયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ ) પંચમહાલે ભીખાભાઈને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ મુજબના ગુના હેઠળ આજીવન કેદની સખત સજા તથા રૂા.5000નો દંડ અને જો દંડ ભરવામાં કસુર કરે તો વધુ એક માસની સાદી કેદની સજા ભોગવવાનો તથા ભારતીય દંડ સંહીતાની 506(2 )મુજબના શિક્ષાપાત્ર ગુના હેઠળ 3 વર્ષ સુધીની સખત કેદની સજા ભોગવવાનો હુકમ તથા ગુજરાત વી ટીમ કોર્પોરેશન સ્કીમ હેઠળ ભોગ બનનાર તથા તેણીની દ્વારા જન્મેલા બાળકને વળતર અપાવવા હુકમ કરવામાં આવતા પંથકમાં ખળભળાટ મચી ગયો છે.કોરોના કાળના 8 માસ બાદ ગોધરા કોર્ટે ખુલતાં કોર્ટ દ્વારા અા પ્રથમ ચુકાદો અાપવામાં અાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો