કાર્યવાહી:પંચમહાલમાં 3 રેશનિંગની દુકાનનો પરવાનો રદ કરાયો

ગોધરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 3 દુકાનદારોને કારણદર્શક નોટિસ ફટકારી

પંચમહાલની સસ્તા અનાજની દુકાનના દુકાનદારોએ ગરીબોને ઓછુ અનાજ આપતાં કાલોલ તાલુકાના અંબાલાની જે.આર.રાઠોડ, મોરવા (હ)ના વીરણીયાની બી.વી.ખાંટ તથા ઘોઘંબા તાલુકાની વાવ ગામની જી.બી.હરીજનની દુકાનમાંથી ગેરરીતી પકડાતાં તેઓની દુકાનનો પરવાનો 90 દિવસ સુધી સસ્પેન્ડ કર્યો હતો. જયારે ઘોઘંબાની રાનીપુરા, શનિવાડા તથા કાલોલની નાંદરખાની રેશનીગની દુકાનદારોને ઓછું અનાજ આપતાં તેઓને કારણ દર્શક નોટીસ ફટકારતાં સરકારી અનાજનું કાળા બજારી કરતાં દુકાનદારોમાં ફફડાટ પેસ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...