કાર્યવાહી:અડાદરા ગામે વરલી મટકાધામ પર એલસીબીનો છાપો : એક ઝડપાયો

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વેજલપુર પોલીસ મથકના વિસ્તારમાં અાવેલા અડાદરા ગામના માતાના મંદિર પાસેની ખુલ્લી જગ્યામાં વરલી મટકોનો જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમી ગોધરા અેલસીબી પોલીસને મળી હતી. બાતમીના અાધારે અેલસીબી પોલીસેે અડાદરા ગામે બાતમીવાળા સ્થળે છાપો મારીને અાંક ફરકનો જુગાર રમાડતાં રમેશ કનાભાઇ જાદવને પકડી પાડયો હતો. પોલીસે રૂા.2270નો જુગારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની રેઇડ દરમ્યાન વરલી મટકાનો જુગાર ચલાવનાર સંજય હસમુખભાઇ જયસ્વાલ હાજર મળી અાવ્યો ન હતો. અા અંગેની પોલીસ ફરીયાદ વેજલપુર પોલીસ મથકે નોધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...