આવું સ્વચ્છતા અભિયાન?:ગોધરાના 5 તાલુકા પંચાયતની આળસ - સરકારે 20 હજાર શૌચાલય માટે 5 કરોડ ગ્રાન્ટ ફાળવી, પણ શૌચાલય બનાવાની મુદ્દત પૂરી થતાં પાછી લઇ લીધી

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર

સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા તમામ લોકોને શૌચાલય બનાવવા માટેની યોજના અમલમાં છે, વર્ષોથી અમલમાં આ યોજના હેઠળ બાકી રહેલા લાભાર્થીઓને શૌચાલય બનાવવા માટે સહાય આપવાના હેતુથી ગત માર્ચ અને જૂન માસમાં પંચમહાલ જિલ્લાની 7 તાલુકા પંચાયતોને 12 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જે ગ્રાન્ટનો પૂરો ઉપયોગ જિલ્લાના કાલોલ અને જાંબુઘોડા એમ 2 જ તાલુકાઓમાં કરવામાં આવ્યો છે જ્યારે અન્ય 5 જિલ્લામાં ગ્રાન્ટનો પૂરો ઉપયોગ ન કરી શકતા 5 કરોડ ઉપરાંતની ગ્રાન્ટ પરત થવા પામી છે.

ગ્રાન્ટ પરત જતી રહેતા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા અને શૌચાલય ન ધરાવતા હોય તેવા લાભાર્થી કુટુંબો હાલ સહાયથી વંચિત રહેવા પામ્યા છે.જિલ્લાના 7 તાલુકાઓમાં ફાળવવામાં આવેલી ગ્રાન્ટ પૈકી 5 તાલુકાઓની આ યોજના હેઠળની ગ્રાન્ટનો ઉપયોગ ન થતા પરત જવા પામી છે તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ લાભાર્થીઓ શૌચાલયની સહાયથી વંચિત છે. તાલુકા વિકાસ અધિકારીઓની નિષ્કાળજીને લીધે ગ્રાન્ટ પરત જતા સમગ્ર મામલાને લઈને સ્થાનિક પંચાયતીરાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

કરોડો રૂપિયાની ગ્રાન્ટ પરત જવા પાછળનું મૂળ કારણ એ છે કે તાલુકા કક્ષાએથી આ યોજનાના અમલીકરણ માટે ઉદાસીનતા દાખવવામાં આવી છે, યોજનાના અમલીકરણ માટે જવાબદાર અધિકારીઓ સરપંચો દ્વારા પોતાની મનસ્વીતા રાખીને લાભાર્થીઓને સરકારી લાભથી વંચિત રાખ્યા છે.

તાલુકા દીઠ ફાળવેલ શૌચાલયની ગ્રાન્ટ

  • ગોધરા તા.માં 2.35 કરોડ
  • મોરવા હડફ તા.માં 2.35 કરોડ
  • શહેરા તા.માં 2.15 કરોડ
  • કાલોલ તા.માં 1.70 કરોડ
  • હાલોલ તા.માં 75 લાખ
  • જાંબુઘોડા તા.માં 1.50 કરોડ
  • ઘોઘંબા તા.માં 1.45 કરોડ

સમયમર્યાદા પૂર્ણ થવાના 2 દિવસ પહેલા જ જાણ કરવામાં આવી
અમારા આંબાવાડિયામાં અત્યાર સુધીમાં માત્ર 25 જ શૌચાલયો બનેલા છે. ગામમાં અગાઉ બનાવેલા શૌચાલયો યોજનાના નિયમ મુજબ ન બનાવતા ઉપયોગ વિહોણા બન્યા હતા. જેથી તે તમામ લાભાર્થીઓએ તેને તોડી નાખ્યા હતા અને નવા શૌચાલય બનાવવાની આશાએ અરજીઓ તો કરી પણ લાભ જ મળી શક્યો નથી. તાલુકા પંચાયત કચેરીથી અગાઉથી કોઈ જાણકારી આપવામાં આવી ન હતી અને સમયમર્યાદા પૂર્ણ થવાના 2 દિવસ પહેલા જ જાણ કરવામાં આવી હતી.- દલપત ચૌહાણ, સરપંચ, આંબાવાડિયા

મંજૂર શૌચાલયો - વંચિત રહેલા લાભાર્થી

તાલુકાશૌચાલયનો લક્ષ્યાંકબાકી રહેલા શૌચાલયોમંજૂર શૌચાલયો
ગોધરા17649135434106
મોરવા(હ)17562114286134
શહેરા16169107505309
કાલોલ10664106640
હાલોલ931682891027
જાંબુઘોડા258925890
ઘોઘંબા14704111273507

​​​​​​​ગ્રાન્ટ પરત લાવવા દરખાસ્ત કરીશું

શાૈચાલયની ગ્રાન્ટ સમય મર્યાદામાં ઉપયોગ ન કરવામાં આવતા પરત જવા પામી છે તેના કારણો તાલુકા વિકાસ અધિકારીઓ પાસેથી મંગાવીશુ. જે લાભાર્થીઓ બાકી રહી ગયા છે તે માટે નવેસરથી ગ્રાન્ટની માંગણી કરતી દરખાસ્ત રાજ્ય સરકારમાં મોકલશે તેમ પણ જણાવ્યું હતું. - એસ ડી તબિયાર, નિયામક,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પંચમહાલ

અન્ય સમાચારો પણ છે...