ઇસમની શોધખોળ:ટ્રેનમાં મહિલા સાથે ઝપાઝપી કરીને લેડિઝ પર્સની તસ્કરી, રેલવે પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાઇ

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વાપી ખાતે રહેતા અનીતાબેન યાદવ સામાજિક પ્રસંગે ઉત્તર પ્રદેશના મરીઆહું ખાતે ગયા હતા, જ્યાંથી તેઓ ગાજીપુર બાંદ્રા એક્સ્પ્રેસ ટ્રેનના સ્લીપર કોચમાં પરત વાપી ફરી રહ્યા હતા, ત્યારે ગત માસની 13 તારીખે રાતના સમયે તેઓની ટ્રેન ગોધરા જંક્શન ખાતે પહોંચ્યા બાદ ટ્રેન ધીમી ગતિએ રવાના થઈ હતી, જે દરમ્યાન એક અજાણ્યો 25 વર્ષીય ઈસમ તેઓના કોચમાં પ્રવેશ્યો હતો.

અનિતાબેન પોતાનું લેડીજ પર્સ સીટ પર મૂકીને ફોન પર વાત કરી રહ્યા હતા, તે વેળાએ અજાણ્યા ઈસમએ તેઓનું પર્સ ખેંચવાનો પ્રયત્ન કરતા અનિતા બેને પર્સનો પટ્ટો પકડી રાખતા તસ્કરે તેઓ સાથે ઝપાઝપી કરીને પર્સ ખેંચીને ચાલુ ટ્રેનમાં ઉતરી ગયો હતો, બીજી તરફ આ સમગ્ર બનાવ અંગે તેઓએ વાપી પોલીસમથકે અજાણ્યા તસ્કર ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી, તેઓના લેડીઝ પર્સમાં સોના ચાંદીના દાગીના દાગીના તથા રોકડ મળીને કુલ રૂ 43400 તેમજ આધાર કાર્ડ, ચૂંટણીકાર્ડ તથા ATM કાર્ડ ભરેલા બેગની ચોરી થઈ હોવાનું તેઓએ વાપી પોલીસમથકે ફરિયાદ નોંધાવતા સમગ્ર ફરિયાદ ગોધરા રેલવે પોલીસમથકે ટ્રાન્સફર કરવામાં આવી હતી, બીજી તરફ ગોધરા રેલવે પોલીસ દ્વારા અજાણ્યા ચોર ઇસમની શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...