રજૂઆત:કેન્દ્રીય વિદ્યાલયની જમીન મામલે ધારાસભ્યની મહેસુલ મંત્રીને રજૂઆત

ગોધરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમીનનો 51 લાખનો કર ભરવાની નોટિસ વિદ્યાલયને આપી હતી

ગોધરાની કેન્દ્રીય વિધાલયના નવા બિલ્ડીંગ બનાવવા માટે 2016માં અબ્રાહમ પટેલના મુવાડા પાસે 8.6 અેકર જમીન સરકારે રૂા. 1ના ટોકનથી કોઇ પણ ચાર્જ નહિ ભરવાની શરતે શૈક્ષણીક હેતુ માટે અાપી હતી. બિલ્ડીંગની કામગીરી સમય મર્યાદામાં ન બનાવાતા ફરીથી રીવ્યુ અરજી કરી હતી. પણ રેવન્યુ વિભાગે વિધાલયની જમીન માટે રૂા. 40,51,096ની સ્ટેમ્પ ડ્યુટી, રજીસ્ટ્રેશન ફી પેટે રૂા. 8,26,754 તથા સ્થાવર મિલ્કત પરના રૂા. 3,11,630 મળી કુલ રૂા. 51,89,480નો કર દિન- 21માં ભરવાની નોટીસ વિધાલયને મોકલાતા વિધાલયના સત્તાધીશો સહીત વાલીઅો ચિતાં મુકાઇ ગયા હતા.

નવા બિલ્ડીગની જમીનને લઇને કેન્દ્રીય વિધાલયના અાચાર્યે ધારાસભ્ય રાઉલજીને જમીનની સમસ્યાને લઇને રજુઅાત કરી હતી. જલ્દીથી જલ્દી સ્કૂલના મકાન નિર્માણમાં પડતી સમસ્યાઓનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરશે. તેવુ અાશ્વાસન ધારાસભ્યે અાપ્યું હતુ. ધારાસભ્યે રાજયના મહેસુલ મંત્રીને વિધાલયની જમીનની ધારધાર રજુઅાત કરતાં મંત્રીઅે સુખદ નિર્ણય લેવાની બાંહેધરી અાપી હોવાનુ જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...