કાવાદાવા:ગોધરા પાલિકાના પ્રમુખને સત્તા પરથી હટાવવા કાવાદાવા : ભાજપનું જૂથ કાર્યરત

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિપક્ષે પ્રમુખનું રાજીનામું માંગતાં પ્રમુખે રાજીનામું અાપવાની ના પાડી દીધી
  • અવિશ્વાસની દરખાસ્ત પાસ થશે તો જ રાજીનામું અાપીશ: પાલિકા પ્રમુખ

ગોધરા નગર પાલિકાની ચુંટણી બાદ અપક્ષ ઉમેદવાર સંજય સોનીને ભાજપનો ખેસ પહેરાવીને નગર પ્રમુખ બનાવ્યા હતા. અઢી વર્ષનું સાશન કાળ હોવા છતાં અધવચ્ચેથી પ્રમુખને વિધાનસભાની ચુંટણી પહેલા ઉથલાવવા અેધાણ દેખાઇ રહ્યા છે. ગોધરા પાલિકાના વિપક્ષના સભ્યોઅે કામ થતાં ન હોવાથી અને હાલ ઇદ નો તહેવાર હોવાથી સેનેટરી વિભાગ દ્વારા વિસ્તારમાં સફાઇ બરાબર ન થતી હોવાનો અાક્ષેપ કર્યો હતો. જેને લઇને શનિવારે બપોરે પાલિકાના ઉપપ્રમુખની ચેમ્બરમંા વિપક્ષના સભ્યો અને પાલિકા પ્રમુખની મીટીંગ થઇ હતી.

જે મીટીંગ થતી બુમાબુમો પાલીકાની બહાર રોડ સુધી સંભળાતી હતી. જે બાબતે પાલીકા પ્રમુખને પુછતાં તેઅોઅે કહ્યુ કે વિપક્ષ મારૂ રાજીનામું માગ્યું હતું. મેં રાજીનામું અાપવાની ના પાડી દીધી હતી. અવિશ્વાસની દરખાસ્ત પાસ કરો તો જ હું રાજીનામું અાપી તેમ કહ્યું હતું. જયારે પાલિકા ઉપપ્રમુખે કહ્યુ કે અમે પ્રમુખનું રાજીનામું માગ્યુ નથી. પણ અમારા વિસ્તારોના કામ ન થતાં તેની રજુઅાત કરી હતી. અામ શનિવારે મીટીંગમાં પાલિકા પ્રમુખ વિપક્ષે મારૂ રાજીનામું માગ્યાની વાત કરે તો પાલિકાના ઉપપ્રમુખ ફક્ત કામની રજુઅાતનું રટણ રળ્યું હતું.

અવિશ્વાસની દરખાસ્ત માટે સંખ્યા બળ વધારે જોઇઅે
અાગામી સમયમાં વિધાનસભાની ચુંટણીઅો અાવી રહી છે. તે પહેલા પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાના દાવપેચ શરૂ થયા હોવાનું લાગી રહ્યું છે. પાલિકાના ભાજપ સભ્યોનું અેક જૂથ સક્રીય બનીને પ્રમુખને ઉથલાવવા મીટીંગો કરી રહ્યું હોવાની ચર્ચાઅો ભાજપમાં થવા લાગી છે. અામ પણ અવિશ્વાસની દરખાસ્ત માટે સભ્યોને પોતાની સંખ્યાબળ વધુ હોવાથી વિપક્ષના સાથ વગર શક્ય બને તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...