તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ગોધરા કલેકટર કચેરીમાં કરાર આધારિત પટાવાળા દ્વારા પત્નીની કરપીણ હત્યા

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે હત્યારા પતિની અટકાયત કરીને જંગલમાંથી લાશના ટુકડા એકઠાં કર્યા જ્યારે મૃતક પત્નિ અને હત્યારા પતિની ફાઈલ તસ્વીર. - Divya Bhaskar
પોલીસે હત્યારા પતિની અટકાયત કરીને જંગલમાંથી લાશના ટુકડા એકઠાં કર્યા જ્યારે મૃતક પત્નિ અને હત્યારા પતિની ફાઈલ તસ્વીર.
  • ધારીયાથી પત્નીનું ગળું કાપીને ધડથી અલગ કરીને માથાને ગુફામાં સતાડી દીધું
  • પત્નીના ચારિત્ર પર શંકાના કરીને હત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું મોરવા(હ) પોલીસ મથકે હત્યાનો ગુનો નોધીને પતિની અટકાયત કરી

ગોધરા કલેકટર કચેરીમાં કરાર અાધારીત પટાવાળા તરીકે ફરજ બજાવતા અેંરડીના શૈલેષભાઇ શકરાભાઇ માલીવાડના લગ્ન કડાદરાની સંગીતાબેન બામણીયા સાથે થયા હતા. તા 2જી મે ના રોજ શૈલેષભાઇ અને સંગીતાબેન બાઇક પર કડાદરા ગામે ગયા હતા. 7 મી મેંના રોજ શૈલેષભાઇ અને સંગીતા બાઇક ઉપર અેરંડી ગામે પરત જવા નીકળ્યા હતા. પરંતુ પતિ પત્ની બંને ધરે ના પહોચતાં પરિવારજનોઅે શોધખોળ પણ કરી હતી. પરંતુ તેઅોના પત્તો ન મળતા મોરવા(હ) પોલીસ મથકે પતિ-પત્ની ગુમ થયાની ફરીયાદ નોધાવી હતી.

મોરવા(હ) પોલીસે ફરીયાદ નોધાતાં પોલીસે તપાસ કરતાં શૈલેષભાઇ માલીવાડ મળી આવ્યો હતો. પોલીસે શૈલેષને પોલીસ મથકે લાવીને પુછપરછ કરતાં તેણે જણાવેલ કે સંગીતાબેનને લઇને મેહુલીયા ગામ પાસેના જંગલમાં લઇ ગયો હતો. જયાં ધારીયાથી સંગીતાનુ ગળું કાપીને ધડથી અલગ કરી દીધું હતું. પત્નીના લાશનુ ધડ, માથું તેમજ કપડાંને જંગલના અલગ અલગ જગ્યા સંતાડી દીધા હતા. શૈલેષે મૃતક સંગીતાના માથાંને જંગલમાં પત્થરની ગુફામાં સંતાડી દીધું હતું.

પોલીસે હત્યારા શૈલેષની અટકાયત કરી તેને મેહુલીયાના જંગલમાં લઇ ગયા હતા. જંગલમાં જયાં હત્યા કરી હતી. તે સ્થળ ઉપર લઇ જઇ મૃતક સંગીતાની લાશના ટુકાડા અલગ અલગ જગ્યાઅેથી શોધીને ભેગા કરીને ગોધરા સિવિલ હોસ્પીટલના પીઅેમ રૂમમાં મુકયા હતા. મોરવા(હ) પોલીસ મથકે પત્નીના ચારિત્રની શંકાને લઇને પતિઅે ધારધાર ધારીયા વડે હત્યા કરીને મેહુલીયાના જંગલમાં અલગ અલગ જગ્યા નાખી દીધા હોવાની ફરીયાદ નોધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...