ગુજરાતમાં કપ્પા વેરિયન્ટનો કેસ:ગોધરામાં 52 વર્ષીય દર્દીના કોરોનાથી મૃત્યુના 23 દિવસ બાદ કપ્પા વેરિયન્ટનો રિપોર્ટ આવ્યો, સ્મશાનયાત્રામાં જોડાયેલા 54 લોકોના ટેસ્ટ કરાયા

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોધરાના પઢિયાર ગામના અંદરના મુવાડામાં લોકોના સેમ્પલ લેવાયા હતા. - Divya Bhaskar
ગોધરાના પઢિયાર ગામના અંદરના મુવાડામાં લોકોના સેમ્પલ લેવાયા હતા.
  • 23 દિવસ બાદ આવેલા રિપોર્ટમાં કપ્પા વેરિયન્ટ મળી આવતાં આરોગ્ય વિભાગને જાણ કરી
  • અંદરના મુવાડા ગામે આરોગ્ય ટીમે સર્વેલન્સની કામગીરી શરૂ કરી દીધી

રાજ્યમાં પ્રવેશેલા કોરોનાના નવા કપ્પા વેરિયન્ટથી પ્રથમ મોત પંચમહાલના ગોધરામાં નોંધાયું છે. કોરોનાની સારવાર દરમિયાન 30 જૂનના રોજ મૃત્યુ પામેલા 52 વર્ષીય દર્દીના સેમ્પલ પૂણેની લેબમાં મોકલાયા બાદ 23 જૂલાઇએ રિપોર્ટ આવતા કપ્પા વેરિયન્ટની પુષ્ટી થઇ હતી. જેને પગલે એકશનમાં આવેલા જિલ્લા આરોગ્ય વિભાગે મૃતકની સ્મશાનયાત્રામાં જોડાયેલા અને સંર્પકમાં આવેલા 54 લોકોને શોધી કાઢીને આરટીપીસીઆર ટેસ્ટ માટે સેમ્પલ લીધા હોવાનું ઇન્ચાર્જ આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.

23 દિવસ બાદ કપ્પા વેરિયન્ટ હોવાનો રિપોર્ટ આવ્યો
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પઢીયાર ગામના અંદરના મુવાડા ખાતે રહેતાં પ્રવિણભાઇ પટેલને પગની ટચલી આંગળી પર વાગતાં પગ સુઝી જતાં સારવાર ગોધરાની ખાનગી બાદ સિવિલ હોસ્પિટલમાં કરાઇ હતી. જે બાદ અમદાવાદ ખાતેની હોસ્પિટલમાં વધુ સારવાર માટે દાખલ કર્યા હતા. જ્યાં તેઓનો રિપોર્ટ કરાવતાં ડાયાબિટીસ હાઇ મળતા દવા કર્યા બાદ ઓપરેશન કરાવ્યું હતું. તેઓને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ કોરોનાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. કોરોનાની સારવાર દરમિયાન પ્રવિણભાઇ પટેલનું 30 જૂને મૃત્યુ થયું હતું. તેમના સેમ્પલ પુનાની લેબોરેટરીમાં મોકલતાં 23 દિવસ બાદ કપ્પા વેરિયન્ટ હોવાનો રિપોર્ટ આવ્યો હતો.

મૃતકની સ્મશાનયાત્રામાં જોડાયેલા અને સંર્પકમાં આવેલા 54 લોકોને શોધી કાઢીને આરટીપીસીઆર ટેસ્ટ માટે સેમ્પલ લીધા
મૃતકની સ્મશાનયાત્રામાં જોડાયેલા અને સંર્પકમાં આવેલા 54 લોકોને શોધી કાઢીને આરટીપીસીઆર ટેસ્ટ માટે સેમ્પલ લીધા

ત્રીજી લહેરની આશંકાએ લોકો અને તંત્ર બંને ચિંતાગ્રસ્ત બન્યા
કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થયા બાદ મૃતદેહને પઢીયારના અંદરના મુવાડા ખાતે તેમના ઘરે લાવ્યા હોવાથી આરોગ્ય વિભાગે તેમની અંતિમવિધિમાં જોડાયેલા અને સંપર્કમાં આવેલા આસપાસના 54 ગ્રામજનોને શોધી કાઢ્યા હતા. આ તમામનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા આરોગ્ય વિભાગની ટીમે સેમ્પલ લીધા છે. જિલ્લામાં પ્રથમ કોરોનાગ્રસ્તમાં પ્રથમ કેસ કપ્પા વેરિયન્ટ મળી આવતાં ત્રીજી લહેરની આશંકાએ લોકો અને તંત્ર બંને ચિંતાગ્રસ્ત બન્યા છે.

મુવાડા ગામમાં આરોગ્ય ટીમ સર્વેલન્સની કામગીરી શરૂ કરી દીધી
પંચમહાલના ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી જે.બી. પરમારે જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી મુવાડા ના કોરોનાગ્રસ્ત વ્યક્તિમાં ક્પ્પા વેરિયન્ટ હોવાની માહિતી મળતાં અંદરના મુવાડા ગામે આરોગ્ય ટીમ સર્વેલન્સની કામગીરી શરૂ કરી દીધી હતી. કપ્પા વેરિયન્ટ વ્યક્તિના સીધા સંપર્કમાં હતા તેઓના આરોગ્યનું ચેકિંગ કરીને કોરોના રિપોર્ટ માટેના સેમ્પલ લીધા છે.

સેમ્પલ પુનાની લેબોરેટરીમાં મોકલતાં 23 દિવસ બાદ કપ્પા વેરિયન્ટ હોવાનો રિપોર્ટ આવ્યો હતો
સેમ્પલ પુનાની લેબોરેટરીમાં મોકલતાં 23 દિવસ બાદ કપ્પા વેરિયન્ટ હોવાનો રિપોર્ટ આવ્યો હતો

અમદાવાદમાં ગેગરિંગની સારવાર દરિમયાન કોરોના દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
52 વર્ષિય મૃતક પ્રવિણભાઇ પટેલ અગાઉ ગોધરાના શાંતિનગર ખાતે ભાડાના મકાનમાં રહેતાં હતા. તેઓ છૂટક ઇલેક્ટ્રીક કામ કરીને ગુજરાત ચલાવતાં હતા. તેઓને પગમાં ઇજા થઇ હતી. પણ ડાયાબિટીસ હાઇ હોવાથી તેઓના પગમાં ગેગરીન થઇ જતાં ગોધરા સિવિલ, વડોદરા અને છેલ્લે અમદાવાદની હોસ્પિટલમાં સારવાર કરાવવા ગયા હતા. જયાં તેઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તબીબે તેઓના સેમ્પલ પૂણે ખાતે મોકલ્યા હતા. તે દરમિયાન કોરોનાગ્રસ્ત પ્રવિણભાઇનું મૃત્યુ પામ્યા હતા. પણ 23 દિવસ બાદ તેઓનો રિપોર્ટમાં કપ્પા વેરિયન્ટ મળી આવતાં પંચમહાલ આરોગ્ય વિભાગને જાણ કરી હતી.

આઇસીયુમાં સારવાર ચાલતી હતી,ડાયાબિટીસ વધારે હોવાથી ગોધરા ઓપરેશન ન થઇ શક્યું
મારા પપ્પાને પગે વાગતાં પાકી ગયું હતું. ગોધરા સિવિલમાં ડાયાબિટીસ વધારે હોવાથી ઓપરેશન ન થઇ શક્યું. હોસ્પિટલમાં ઓપરેશન કર્યા બાદ તેઓને શ્વાસ સેવામાં તકલીફ પડતાં તેઓને આઇસીયુમાં દાખલ કર્યા હતા. મોડું થઇ જતાં તેમનું મોત થયું હતું.> રાજેન્દ્ર પટેલ, મૃતકના પુત્ર

52 વર્ષિય મૃતક પ્રવિણભાઇ પટેલ અગાઉ ગોધરાના શાંતિનગર ખાતે ભાડાના મકાનમાં રહેતાં હતા
52 વર્ષિય મૃતક પ્રવિણભાઇ પટેલ અગાઉ ગોધરાના શાંતિનગર ખાતે ભાડાના મકાનમાં રહેતાં હતા
અન્ય સમાચારો પણ છે...