તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:ગોધરાની લકઝુરા હોટલમાં કાલોલના યુવાનની આત્મહત્યા

ગોધરા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મારા મોત માટે કોઇ જવાબદાર નથી: ચિઠ્ઠી
 • વેઇટરે દરવાજો ખોલતાં યુવાન મૃત મળ્યો

કાલોલનો એમબીએ થયેલ અને અપરણિત પ્રિયેસ વરીઆ(ઉ. 27 વર્ષ)એ 7 મીએ ઓનલાઇન ગોધરાની લકઝુરા હોટલમાં રૂમનું બુકીંગ કરાવ્યું હતું. અને 9 મી બપોરે 3 વાગે હોટલામાં ચેક ઇન કર્યું હતું. બીજા દિવસે સવારે હોટલના વેઇટરે દરવાજો ખખડાવતાં ના ખોલતાં દરવાજો ખોલતાં પ્રિયેસ વરીઆ મૃત હાલતમાં મળી આવતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે હોટલના રૂમમાં તપાસ કરતાં પોઇઝનની શીશી મળી આવી હતી.

પોલીસે મુતક યુવાનની લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પીટલ ખાતે મોકલી હતી. ગોધરાના એ ડીવીઝન પોલીસ મથકે આકસ્મીક મોતની ફરીયાદ નોધી હતી. જયારે પોલીસને પ્રિયેશ વરીઆની લેખેલી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમા લખ્યુ હતુ કે મારે લગ્ન કરીને છોકરીની જીંદગી બરબાદ કરવી નથ . અને મારા મોત માટે કોઇ જવાબદાર નથી તેવુ સુસાઇડ નોટમાં લખ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો