તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણમાં પલટો:પંચમહાલમાં ગુરુવારે વહેલી સવારે ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો

ગોધરા/શહેરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગોધરા, શહેરા કાલોલ સહિતના તાલુકામાં વરસાદ વરસવાનો શરૂ થયો હતો. શહેરા તાલુકાના લાભી ગામે લીમડાના વૃક્ષની ડાળી વીજલાઈન પર પડતા થાંભલો પણ તુટી પડ્યો હતો - Divya Bhaskar
ગોધરા, શહેરા કાલોલ સહિતના તાલુકામાં વરસાદ વરસવાનો શરૂ થયો હતો. શહેરા તાલુકાના લાભી ગામે લીમડાના વૃક્ષની ડાળી વીજલાઈન પર પડતા થાંભલો પણ તુટી પડ્યો હતો
  • શહેરા તા.ના 25થી વધુ ગામોમાં વીજ પુરવઠો બંધ હોવાથી અંધારપટ છવાયો

પંચમહાલ જિલ્લામાં ગુરુવારે વહેલી સવારે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને અાકાશમાં વરસાદી કાળા ડીંબાગ વાદળોની ફોજ અાવી ચઢી હતી. જોત જોતામાં ભારે પવનના સુસવાટા અને વીજળીના ચમકારા તથા કડાકા ભડાકા સાથે ગોધરા, શહેરા કાલોલ સહિતના તાલુકામાં વરસાદ વરસવાનો શરૂ થયો હતો.

રાજ્યમાં સત્તાવાર ચોમાસાના આગમનને હજુ અંદાજિત 15 દિવસ બાકી છે ત્યારે ગુરુવારે અચાનક વાતાવરણમાં આવેલા પલટાને લઇને જિલ્લાવાસીઓ પણ હેબતાઈ ગયા હતા અને આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. વહેલી સવારે વરસેલા વરસાદી ઝાપટાથી લોકોએ ચોમાસાના આગમનને લઇને અનેક અટકળો લગાવી હતી. ભારે પવનને કારણે વૃક્ષની ડાળીઓ તૂટી પડી હતી. શહેરા તાલુકાના લાભી ગામે લીમડાના વૃક્ષની ડાળી સીધી નજીકમાં પસાર થતી વીજલાઈન પર પડતાં તારની સાથે વીજથાંભલો પણ તૂટી પડ્યો હતો.

જેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ગ્રામજનોએ એમજીવીસીએલને જાણ કરીને વીજપુરવઠો બંધ કરાવ્યો હતો. તાલુકાના 25થી વધુ ગામોમાં વીજ પુરવઠો બંધ હોવાથી અંધારપટ છવાઇ ગયો હતો.વરસાદને કારણે કેરીઓનો પાક પણ ખરી પડ્યો હતો. સાથે એક તરફ ડાંગરના પાક પકવતા ખેડૂતોમા ખુશી જોવાઈ હતી.

બીજી તરફ બાજરી સહિતનો પાક અને સૂકો ઘાસચારો પલટી જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બીજી તરફ વાતાવરણમાં આવેલા પલટાને લઇને બે દિવસથી ભારે ઉકળાટ ભર્યા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. પરંતુ ધીમે ધીમે દિવસની શરૂઅાત થતા તાપ નિકળતા પુન: ગરમી સાથે ઉકળાટનો અનુભવ લોકોને થયો હતો.

અન્ય સમાચારો પણ છે...