NDPSનો ગુનો:વિરણીયાના ખેતરમાંથી 9.15 કિલોના ગાંજાના 11 છોડ સાથે ઇસમ પકડાયો

ગોધરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગામના ખેતરમાંથી ગાંજાના નક છોડ સાથે પકડાયેલો ઇસમ. - Divya Bhaskar
ગામના ખેતરમાંથી ગાંજાના નક છોડ સાથે પકડાયેલો ઇસમ.
  • પોલીસે 91 હજારનો મુદ્દામાલ કબજે કરીને અેન.ડી.પી.અેસનો ગુનો નોંધ્યો

મોરવા(હ)ના વીરણીયા ગામે ખેતરમાં એસઓજી પોલીસે છાપોને તપાસ કરતાં ગાંજાના 11 છોડ મળી આવ્યા હતા. પોલીસે 9.15 કિલો ગાંજોના છોડ કબજે કરીને એકને પકડી પાડીને મોરવા(હ) પોલીસ મથકે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

મોરવા(હ) તાલુકાના વિરણીયા ગામે ભેદી ફળિયામાં રહેતા સરદારભાઇ પુનાભાઇ ભેદીએ પોતાના કબજાના ખેતરમાં તુવેરની સાથે લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ છે. તેવી બાતમી એસઓજી પીઆઇ અેમ.પી. પંડ્યાને મળી હતી. એસઓજી પોલીસની ટીમ વિરણીયા ગામે ભેદી ફળિયાના ખેતરમાં છાપો મારીને તપાસ કરતા તુવેરના છોડની વચ્ચે ગાંજાના 11 છોડ મળી આવ્યા હતા. તેનું વજન કરતા 9.15 કિલો તથા તેની બજાર કિંમત રૂા.91,500 આંકવામાં આવી હતી. પોલીસે સરદારભાઇ પુનાભાઇ ભેદીની અટકાયત કરીને મોરવા(હ) પોલીસ મથકે અેન.ડી.પી.અેસ અેકટ મુજબનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...