તપાસ:ગોધરામાં બાળકોને એક્સપાયર બોટલ ચઢાવવાના પ્રકરણમાં તપાસ

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધિકારી આવ્યા હતા તપાસ ચાલુ છે : સીડીએમઓ

ગોધરાની સિવિલના પીડીયાટ્રીક વોર્ડમાં બાળકને એક્સપાયરી ડેટનો બોટલ ચઢવી રહ્યોનો વિડીયો વાઇરલ થયો હતો. અહીં સારવાર માટે આવેલા બાળકોને એક્સપાયરીવાળો બોટલ ચઢાવી રહ્યાની ફરિયાદ દર્દીના સગા દ્વારા ફરજ પરના તબીબ અને અન્ય સ્ટાફને કરતા મેડિકલ સ્ટાફ દ્વારા દર્દીના સગા સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હોવાનો આક્ષેપ વાલી દ્વારા કર્યો હતો. દર્દીઅોના સગાઅોઅે 3 જેટલા બાળ દર્દીઓને ચઢાવેલા એક્સપાયરી ડેટના બોટલ કાઢી લેવાયાનું જણાવ્યુ હતું. તપાસ કરતા પીડિયાટ્રિક વોર્ડમાં રાખેલા ડસ્ટબીનમાંથી એક્સપાયરી ડેટવાળા બોટલ મળ્યા હતા.

ત્યારે બોટલ એક્સપાયરી થયાને 3 માસ વીતવા છતાં પણ આ બોટલ પીડિયાટ્રિક વોર્ડ સુધી પહોંચ્યા કેવી રીતે? દર્દીઓને બોટલ ચઢાવતી વખતે ફરજ પરના તબીબ અને અન્ય નર્સિંગ સ્ટાફ દ્વારા પણ કાળજી લેવામાં કેમ ન આવી? આ તમામની તપાસ કરવા પરથી અધીકારીઅો અાવ્યાનું ઇન્ચાર્જ સીડીઅેમઅોઅે જણાવીને અમારી તપાસ ચાલુ છે. બસજુ જણાવી શકાય તેમ નથી. તેમ કહીને ફોન મુકી દીધો હતો. ત્યારે અેકસાપયારી ડેટના બોટલ ચઢાવાનાર અને કોને વોર્ડમાં સપ્લાય કર્યો તે તપાસ ચાલી રહી છે. તેમ સત્તાધીશો કહે છે.

અન્ય સમાચારો પણ છે...