રજૂઆત:GST 5%થી વધારી 12% કરી દેવાતાં ગોધરા કાપડ - રેડીમેડ હોઝિયરી એસો.ની રજૂઆત

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ-19માં લોકડાઉનમાં વેપાર ધંધા પર માઠી અસર પડી હોવાથી સુધારો કરવા માગ

ગોધરા હોલસેલ કાપડ તેમજ રેડીમેડ હોઝીયરી એસોસિએશન દ્વારા કેન્દ્ર સરકારે કાપડ ઉપર જી.એસ.ટી 5%થી વધારી 12% કરાતા ગોધરાના વેપારીઓએ દેશના વડાપ્રધાન, કેન્દ્રીય નાણાંમંત્રી, રાજ્ય નાણાંમંત્રી, મુખ્યમંત્રીને ઉદ્દેશીને પંચમહાલ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆતેમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ટેક્ષટાઇલ કાપડ તેમજ રેડીમેડ, ગારમેન્ટ ઉદ્યોગ પર તા.1/1/2022 થી જીએસટીનો દર 12% નક્કી કરાયો છે. હાલમાં ટેક્ષટાઇલ કાપડ તથા રેડીમેડમાં જીએસટી 5% છે.

સરકારે જે દર વધાર્યો છે. જેની સામે ગોધરા હોલસેલ કાપડ તેમજ રેડીમેડ હોઝીયરી એસો.દ્વારા વિરોધ પ્રદર્શિત કરતા જણાવ્યું હતું કે બે કોવિડ-૧૯ ના કારણે જે લોકડાઉન રખાયું તે સમયગાળા દરમિયાન વેપાર ધંધા પર માઠી અસર પડી છે. યાર્ન અને કાપડ કેમિકલના કારણે કાપડમાં તેજી આ સમયે આવી છે. એવામા જી.એસ.ટી દર 12% કરવો અયોગ્ય છે. ત્યારે ટેક્ષટાઇલ ઉદ્યોગને બચાવવા માટે સરકારે જી.એસ.ટી ને યથાવત સ્થિતિએ રાખી આપેલા વધારાને રદ કરી કાપડ ઉદ્યોગને સંજીવની આપવી જોઇએ તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...