તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વળતર:તરવડાના કિશોરને 29.68 લાખ વિમા કંપનીએ ચૂકવ્યા, અક્સ્માતના વળતર પેટે ચુકવાયા

ગોધરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કાલોલના તરવડા ગામેના કીશોરને રમતો હતો. તે દરમ્યાન મોટર સાયકલના ચાલકે અડફેટે લેતાં કીશોરને ઇજાઅો પહોચી હતી.તેના વળતરનો કેસ દાખલ કર્યો હતો. તે કેસ ચાલી જતાં વળતર પેટે સગીર અરજદારને 2968978 રુપિયા મળ્યા હતા.પંચમહાલ જીલ્લાની મોટર એકસીડન્ટ કલેઈમ ટ્રિબ્યુનલ, ગોધરા વાહન અકસ્માતમાં 11/04/2008ના રોજ ઘરના આંગણા પાસે રમતા માત્ર ૩ વર્ષના સગીર કુશકુમારને મોટર સાયકલ નંબર જીજે -05 સીએફ -00૭ ના ચાલકે અડફેટમાં લઈ ગૈભીર ઈજાઓ કરી હતી.

જે અંગેની વળતર અરજી તેમના વાલી તરીકે તેના પિતાએ પંચમહાલના મોટર એકસીડન્ટ કલેઈમ ટ્રિબ્યુનલ સમક્ષ ધારાશાસ્ત્રી ડી.જે મહેતા મારફતે કરતા તેઓ દ્વારા રજુ કરાયેલા પુરાવા તથા એકસપર્ટ ઓપીનીયન તથા ધારદાર દલીલોને ધ્યાને લઈ , નામદાર ટ્રિબ્યુનલે સગીર અરજદાર કુશકુમારની વળતર અરજી વ્યાજ અને ખર્ચ સહીત મંજુર કરેલ હતી. તે હુકમ અનુસાર વીમા કંપનીએ વળતરની ૨કમ પેટે રૂા 29,68,978 પુરા વળતર પેટે જમા કરાવેલા છે અને તે રકમ ટ્રીબ્યુનલ દ્વારા અરજદારને એકાઉન્ટ- પે ચેકથી ચુકવી આપવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો