તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નબળી કામગીરી:ગોધરામાં રોડના સમારકામના બદલે કોન્ટ્રાક્ટરે ડામર પાથર્યો

ગોધરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચીફ ઓફિસરે ખરાબ રસ્તાનું રિપેરિંગ કરવા જણાવ્યું હતું
 • નવા બનાવેલા હલકી ગુણવત્તાના સીસીરોડની કપચી ઉખડે છે

ગોધરામાં વિકાસના કામો અંતર્ગત સીસી રોડ બનાવવામાં આવ્યા હતા. જેમા શહેરા ભાગોળથી પીંપુટકર ચોક સુધી, સોનીવાડ, પાવર હાઉસ, નારી કેન્દ્ર જેવા વિસતારોમાં સીસી રોડ બનાવવામાં આવ્યા હતા. પરંતુ થોડા સમયમાંજ નવા બનાવવામાં આવેલા રોડમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાથી ઠેર ઠેર રોડની કપચી સીમેન્ટથી છુટી પડી પડતા રસ્તો ખરાબ થઇ ગયો હતો.

કોન્ટ્રક્ટર પોતાના બીલના નાંણા કઢાવવા માટે સીસી રોડની જ્યા જ્યા કપચી નીકળી ગઇ હતી ત્યા ડામર નાંખી રીપેરીંગ કર્યાનું ચિફ ઓફીસરને જણાવ્યુ હોય તેમ લાગે છે. પરંતુ આ અંગે જાગૃત નાગરીક સંજય ટહેલ્યાણી દ્વારા ચિફ ઓફીસરને, પ્રાદેશીક મ્યુનીસીપાલીટી કમિશનરને લેખીતમાં અા કોન્ટ્રાક્ટર દ્વારા હલ્કી ગુણવત્તા વાળા રોડ બનાવી ભ્રષ્ટાચાર આચરી સરકારને આર્થિક રીતે નુકશાન પહોચાડવામાં આવેલ છે. જેથી આવા કોન્ટ્રાકટર સામે કાયદેસર કાર્યવાહી કરી બ્લેક લીસ્ટ કરવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો