વિરોધ:ગોધરામાં ST યુનિયનો દ્વારા કાળી પટ્ટી પહેરી આંદોલનની શરૂઆત

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એટીના 3 યુનિયન દ્વારા 18 પડતર માંગોના નિરાકણની માગ

રાજ્ય સ્ટેટ ટ્રાન્સપોર્ટના માન્ય 3 કામદાર યુનિયનો દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના 40000 કર્મીઓએ પોતાની પગાર, બોનસ, એરિયર્સ, ઓવરટાઈમ, અન્ય એલાઉન્સ સહિતની પડતર 18 માંગો અને STના ખાનગીકરણ સામે રાજ્ય સરકાર સામે અાંદોલન છેડ્યુ છે. જો એસટી કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ નહિ લાવવામાં આવે તો રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાલનું પણ અલ્ટીમેટમ અપાયું છે. ગુજરાત રાજ્ય ST ના કર્મચારીઓ હવે રાજ્ય સરકાર સામે ખાનગીકરણ અને પડતર પ્રશ્નોને લઈ આંદોલન છેડવા તરફ વળ્યા છે.

અા અંગે જો 15 સપ્ટેમ્બર સુધીમાં ST નું ખાનગીકરણ સહિત 18 મુદ્દાઓનો ઉકેલ નહિ લવાય તો 16મી થી રાજ્યવ્યાપી દેખાવો અને તબક્કાવાર આંદોલન કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે. જે અંતર્ગત ગોધરા વિભાગ ખાતે 16 થી 18 સપ્ટેમ્બર 3 દિવસ દરેક કર્મચારી કાળી પટ્ટી પહેરી પોતાની ફરજો બજાવી વિરોધ નોંધાવવાની અાંદોલન શરૂ કર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...