તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:રામપુરા ફાર્મસી કોલેજમાં ઈન્ડો યુ.એસ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ

ગોધરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભારત, અમેરિકા તથા મલેશિયાના સ્પીકરે વકત્ય રજૂ કર્યુ

રામપુરા ખાતે નુતન એજયુકેશન ટ્રસ્ટ દ્વારા વર્ષ 2006 થી બેચલર ઓફ ફાર્મસી કોર્ષ ચલાવવામાં આવે છે. આ સંસ્થાને એ.આઈ.સી.ટી.ઈ અને ફાર્મસી કાઉન્સીલ ઓફ ઈન્ડીયા દિલ્હીથી માન્યતા મળેલ છે. અને સંસ્થા ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી સાથે પણ જોડાણ ધરાવે છે. તાજેતરમાં સંસ્થા ખાતે એસોશીએશન ઓફ ફાર્મસી પ્રોફેશનલ્સ દ્વારા 28-29 ડીસે બે દિવસીય ઓનલાઈન ઈન્ડો યુ.એસ ઈન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા ભારતના સ્પીકરે તથા અમેરીકા અને મલેશીયાના ઈન્ટરનેશનલ્સ સ્પીકરોએ રીસર્ચને લગતુ વકતવ્ય આપ્યુ હતુ. જેનો 200થી વધારે વિધાર્થીઓ તથા શિક્ષકો ઓન લાઇન જોડાઇ કોન્ફરન્સનો લાભ લીધો હતો. બીજા દિવસે ઈ પોસ્ટર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં શ્રેષ્ઠ ત્રણ સ્પર્ધકોને એ.પી.પી દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. સંસ્થાના વડા, શિક્ષકગણ તથા વિધાર્થીઓને પણ એ.પી.પી દ્વારા અલગ અલગ કેટેગરીના એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. સંસ્થાના ચેરમેન જગદીશભાઈ આર.પટેલ, વાઈસ ચેરમેન રાજેશભાઈ આર.પટેલ , અલ્પેશભાઈ જે.પટેલ, દુષ્યતભાઈ પટેલ, ડો.સુરેશ એમ.જૈન તથા બી.ફાર્મસી કોલેજના તમામ કર્મીઓ અને વિર્ધાથીઓએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો