જીવનદાન:પંચમહાલમાં 1962 ફરતા પશુ દવાખાના દ્વારા એક વર્ષમાં 45,911 પશુની સારવારથી જીવ બચાવાયો

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈમરજન્સી કોલ મળતાં 1145 પશુઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી
  • 1 એમ્બ્યુલન્સ દીઠ 2 ગામો ઉમેરાતાં વધુ 15 ગામોને લાભ મળશે

સરકારની યોજના અંતર્ગત અને GVK EMRI દ્વારા પંચમહાલ જિલ્લામાં દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનાની યોજના ચાલે છે. જિલ્લામાં ફરતા દવાખાના પશુપાલક માટે આર્શીવાદ સામાન બન્યું છે.પંચમહાલમાં કુલ 9 ફરતુ પશુ દવાખાનાની એમ્બ્યુલન્સમાં શહેરામાં 1, હાલોલમાં 2, કાલોલમાં 1, ગોધરામાં 2, ઘોઘંબામાં 2 તથા જાંબુઘોડામાં 1 એમ્બ્યુલન્સ સેવા આપીને પશુઓની સારવાર કરે છે.

પંચમહાલમાં કાર્યરત 9 ફરતુ પશુ દવાખાના દ્વારા 90 ગામોને લાભ આપતું હતું. 13 એપ્રિલથી 9 ફરતુ પશુ દવાખાનામાં બીજા 2-2 ગામો ઉમેરતાં હવે બીજા 15 ગામોને લાભ મળશે. ફરતા 1962 ફરતા પશુ દવાખાના દ્વારા બીમારી અને અકસ્માતથી ઇજા પામેલા પશુઓ અને પક્ષીઓની સારવાર કરી જીવ બચાવે છે. 2021-22 દરમ્યાન 1962 ફરતુ પશુ દવાખાનુ દ્વારા કુલ 45911 પશુઓની સારવાર કરી. જેમાં ઈમરજન્સી તરીકે કુલ 1145 પશુઓને તાત્કાલીક સારવાર આપીને જીવ બચાવ્યા અને ગામના રૂટ પ્રમાણે કુલ 44766 પશુઓને સારવાર આપી હતી. આમ 1962 ફરતું પશુ દવાખાનું આવીને જીવતદાન આપી રહ્યા છે.

1 એમ્બ્યુલન્સ પ્રમાણે પશુઓની સારવાર

અણિયાદ9056
શિવરાજપુર2960
ખાડીયાવાવ3672
ભામયા પૂર્વ9417
રવાલીયા4202
ભિલોડ3699
કરોલી3496
ગુણેશિયા4599
રતનપુર4810

વધુ 15 ગામોને સેવાનો લાભ મળશે

શહેર તાલુકાના મીઠાપુર, ગોધરા તાલુકાના પીપળીયા, સાંકળી ગામ, ટુવા અને ધનોલ ગામ, કાલોલ તાલુકાના આથમણા ગામ, હાલોલ તાલુકાના સોનાવિટી અને વાવ ગામ, શિવરાજપુરના ખતોલા,કણસારીય વાવ ગામો તથા ડુમા ગામ, ઘોઘંબા તાલુકાના દાતોલ, દેવ ની મુવાડી, રૂપારેલ અને તરવરીયા ગામોનો સમાવેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...