તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનામુક્ત:રાજ્યની યાદીમાં પંચમહાલ અને મહીસાગર જિલ્લો કોરોનામુક્ત

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચમહાલમાં 5 દિ’માં 3 જ કેસ: આરોગ્ય વિભાગ મુજબ બુધવારે 1 કેસ: કુલ આંક 9602
  • રાજ્ય અને જિલ્લાના કોરોનાના કેસના આંકડાઓ વચ્ચે મોટો તફાવત
  • રાજ્યના લિસ્ટ મુજબ પંચમહાલમાં કુલ કેસ 9075!

પંચમહાલ જિલ્લામાં બુધવારે 1 કોરોનાનો કેસ નોંધાતાં જિલ્લામાં કોરોના કુલ 9602 કેસ થવા પામ્યા હતા. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં 5 દિવસમાં માત્ર 3 જ કેસ નોંધાતા હવે જિલ્લો કોરોનામુક્ત થવા તરફ જઇ રહ્યો હોય તેમ લાગે છે. બુધવારે 7 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાતાં હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા 16 થવા પામી છે. જેમની સારવાર હાથ ધરાઇ રહી છે. જયારે કોરોનાનું સંક્રમણ વધેલું હતું ત્યારે જિલ્લામાં કોરોનાના સક્રિય કેસનો આંકડો 1500 ઉપર પહોંચી ગયો હતો. હવે કોરોનાના વળતા પાણી થયા છે ત્યારે સક્રિય કેસ ઘટીને 16 પર આવી જતાં આરોગ્ય વિભાગને રાહત થઈ હતી.

દરમિયાન જિલ્લા અને રાજ્યના કોરોના કેસના આંકડામાં મોટો તફાવત જોવા મળ્યો હતો. રાજ્યના લિસ્ટમાં પંચમહાલમાં કોરોનાના કુલ કેસ 9075 બતાવે છે, જ્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 9602 કેસનો આંકડો જાહેર કરાતાં કોરોના કેસમાં આંકડાની રમત રમાઇ રહી હોય તેમ લાગી રહ્યું છે. બુધવારે જિલ્લાના શહેરી વિસ્તારોમાં ગોધરા શહેરમાં 1 કેસ મળી અાવતાં શહેરી વિસ્તારોમાં કેસની સંખ્યા 5523 થઈ છે. જયારે ગ્રામીણ વિસ્તારમાં કોરોના કુલ કેસની સંખ્યા 4079 થવા પામી છે. 9401 દર્દીઓ કોરોનાને માત આપીને સ્વગૃહે પરત ફર્યા હતા. જિલ્લામાં કોવિડથી 71 અને નોન કોવિડથી 119 મૃત્યુ પામ્યા હતા. જિલ્લામાં હાલ વેક્સિનેશન ચાલી રહ્યું છે. ત્યારે બુધવારે 6070 લોકોઅે રસી મુકાવતાં જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 406896 વ્યક્તિઓએ રસી મૂકાવી હતી.

મહીસાગરમાં 3 દિ’થી કોરોના 0,જિલ્લામાં કોરોનાના કુલ 7491 કેસ, 7 દર્દી સારવારમાં
મહીસાગર જિલ્લા માટે બુધવારે સતત ત્રીજા દિવસે પણ રાહતના સમાચાર આવ્યા છે. જિલ્લામાં બુધવારના રોજ પણ કોરોનાનો એક પણ નવો કેસ મળી આવ્યો ન હતો. આમ અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 7491 પર અટકયો છે.

જિલ્લામાં સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી લુણાવાડા તાલુકાના 1 અને સંતરામપુર તાલુકાના 1 દર્દીએ કોરોનાને માત આપતાં તેમને રજા આપવામાં આવી હતી. આમ આ સાથે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 7411 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. નોંધનીય છે કે જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 22 વ્યક્તિના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય કારણથી 51 દર્દીના મૃત્યુ થયા છે. આ સાથે જિલ્લામાં કુલ 73 વ્યક્તિઓના મૃત્યુ નોંધાવા પામ્યા છે.

અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલ ફ્લૂ/ કોરોનાના કુલ 280219 લોકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. જ્યારે 207 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. કોરોના પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી હાલ 7 દર્દીઓ સ્ટેબલ છે.

અન્ય સમાચારો પણ છે...