તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ગોલીમાં ઉંદરે દીવો ખેંચી ઘાસ પર નાખતાં ત્રણ મકાનો ખાખ

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોધરા તાલુકાના ગોલી ગામે ઉંદર દીવો ખેંચી લઇ ઘાસ પર નાખતાં 3 મકાનો આગમાં બળીને ખાખ થયા. - Divya Bhaskar
ગોધરા તાલુકાના ગોલી ગામે ઉંદર દીવો ખેંચી લઇ ઘાસ પર નાખતાં 3 મકાનો આગમાં બળીને ખાખ થયા.
  • આગ બાજુના મકાનમાં પણ પ્રસરતાં લાખો રૂપિયાનું નુકસાન
  • ગોધરા તાલુકા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ

ગોધરા તાલુકાના ગોલી ગામના મોકળના મુવાડા ફળીયામાં રહેતા નગીનભાઇ નટવરભાઇ ચાૈહાણ સાંજે પોતાના ઘરે માતાજીના ફોટા પાસે દિવો પ્રગટાવ્યો હતો. દિવો કરીને નગીનભાઇ અન્ય કામ પરોવાયા તે દરમિયાન ઉંદર માતાજીના ફોટા પાસેનો પ્રગટાવેલો દિવો ખેંચીને ઘરમાંના ઘાસમાં લઇ ગયો હતો. સળગતો દિવો ઘાસમાં જતાં ઘાસ બળવા લાગ્યું હતું.

જોત જોતામાં આગે વિકારાળ સ્વરૂપ ધારણ કરતાં આગ સમગ્ર ઘરમાં પ્રસરી ગઈ હતી. ઉંદરે લાગવેલી આગથી ઘરમાં રહેલું ઘાસ, લાકડાના પાટ, ઘરના છતના નળિયા, લાકડા સહિત કુલ રૂપિયા 75 હજારનો ઘરવખરી સહિતનો સામાન બળીને ખાઈ થઈ ગયો હતો. આગની સાથે પવને પણ સાથ આપતા આગ ઘરની બાજુમાં રહેતાં નગીનભાઇના પિતા નરવતભાઇ ચાેહાણ અને તેમના કાકા બળવંતભાઇના રહેણાંક મકાનમાં પ્રસરતાં તેઓના મકાનના મુખ્ય ખંડનો સરસામાન અને નળિયા બળીને ખાક થઈ ગયા હતા. આમ ઉંદરે દીવો લઇને ઘાસમાં નાખતાં 3 મકાનો બળીને ખાખ થતાં લાખોનું નુકસાન થયું હતું. આ અંગેની જાણવા જોગ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાઇ હતી

અન્ય સમાચારો પણ છે...