તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:પંચમહાલ જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં કોવિડ હોસ્પિટલોમાં 1400 કિલો બાયો કેમિકલ વેસ્ટ વધ્યો

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હાલોલના ચંદ્રાપુરા ખાતેના પ્લાન્ટમાં વૈજ્ઞાનિક ઢબે બાયો કેમિકલ વેસ્ટનો નિકાલ થાય છે. - Divya Bhaskar
હાલોલના ચંદ્રાપુરા ખાતેના પ્લાન્ટમાં વૈજ્ઞાનિક ઢબે બાયો કેમિકલ વેસ્ટનો નિકાલ થાય છે.
  • કોરોનાની બીજી લહેરમાં 6600 કિલો બાયો કેમિકલ વેસ્ટ, હાલોલના ચંદ્રાપુરા ખાતેના પ્લાન્ટમાં વૈજ્ઞાનિક ઢબે નિકાલ કર્યો
  • કોરોનાની પ્રથમ લહેરમાં 5200 કિલો બાયોવેસ્ટ
  • સામાન્ય દિવસમાં કોવિડનો 100 કિલો જેટલો બાયો કેમિકલ વેસ્ટ આવતો
  • પીકના દિવસોમાં રોજના 400 કિલો વેસ્ટનો નિકાલ થતો હતો

પંચમહાલની કોવિડ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને સારવાર કરીને સાજા કરાય છે. સારવાર દરમિયાન ઇન્જેકશન સહિતનો બાયો વેસ્ટ મોટા પ્રમાણમાં અાવતો હતો. દર્દીઅોના મૃત્યુ બાદ તેઅોની અસ્થિઅોથી પણ કોરોનાનો ચેપ લાગશે તેમ માની તેમના સગાં અસ્થિ લેવા અાવતા ન હતા. ત્યારે આ દર્દીઅોની સારવાર દરમિયાન નીકળતા બાયો કેમિકલ વેસ્ટથી પણ કોરોના ફેલાઇ શકે તેમ હોવાથી તેને યોગ્ય સ્થળે સલામત રીતે પહોંચાડવા સરકારે અેજન્સી નિમણૂક કરી હતી. અેજન્સી દ્વારા કોવિડ હોસ્પિટલના બાયોમેડિકલ વેસ્ટને વિવિધ બંધ વાહનો દ્વારા હાલોલના ચંદ્રપુરાના પ્લાન્ટમાં મોકલી અપાય છે.

2019-20માં કોરોનાની પ્રથમ લહેરમાં કુલ 5200 કિલો બાયો મેડિકલ વેસ્ટ નિકળ્યો હતો. જ્યારે બીજી લહેરમાં કોરોના દર્દીઅોમાં ઉછાળો અાવતાં 6600 કિલો બાયો વેસ્ટ પ્લાન્ટ ખાતે ઠલવાયો હતો. અા વેસ્ટને ગાઇડ લાઇન મુજબ વૈજ્ઞાનિક ઢબે 800થી 1000 ડિગ્રી તાપમાન પર પ્રક્રિયા કરી નાશ કરાય છે. ત્યારબાદ તેની રાખને અન્ય સાઇટ પર મોકલી દેવાય છે. આની નિગરાની જિલ્લા પ્રદૂષણ બોર્ડ દ્વારા કરાય છે.

કોવિડ બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ હાલોલમાં કરાય છે
કોરોના મહામારી ફેલાતા જિલ્લાની કોવિડ હોસ્પિટલનો ફક્ત કોવિડ બાયો મેડીકલ વેસ્ટનો નિકાલ હાલોલ ખાતે કરવામાં અાવે છે. કોરોનાની પ્રથમ લહેર કરતાં બીજી લહેરમાં 1400 કિલો વઘુ વેસ્ટ નિકળ્યો હતો.અામ બીજી લહેર વઘુ પ્રબળ હોવાથી દર્દીઅોની સંખ્યા વધતા વેસ્ટ પણ વધ્યો હતો. કોવિડ પીકમાં રોજનો 300 થી 400 કિલો બાયો મેડિકલ વેસ્ટ પ્લાન્ટ ઠલવાતો હતો. હાલ કોરોના ઠંડો પડતાં રોજ 100 કિલો જેટલો વેસ્ટ પ્લાન્ટ પર પહોંચાડી રહ્યા છે.

નિકાલનો રોજે રોજનો રિપોર્ટ રાજ્ય કંટ્રોલ બોર્ડને મોકલાય છે
જિલ્લાની કોવિડ હોસ્પિટલોના બાયો મેડિકલ વેસ્ટને બંધ બોડીના અલગ અલગ વાહનો દ્વારા હાલોલના ચંદ્રપુર ખાતેના સરકાર માન્ય પ્લાન્ટમાં લાવવામાં અાવે છે. જ્યાં વૈજ્ઞાનિક ઢબે વેસ્ટનો નિકાલ કરવા અોટોગ્રેડ સહિત નિયત તાપમાનમાં ઇન્સ્યુલેશન કરવામાં અાવે છે. તેના રોજે રોજના રિપોર્ટ રાજ્ય કંટ્રોલ બોર્ડને મોકલવામાં અાવે છે. > એસ.એમ. વૈજનાપુરકર પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગોધરા

અન્ય સમાચારો પણ છે...