તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:પંચમહાલ જિલ્લામાં કોવિડ-19 રસીકરણના બીજા રાઉન્ડમાં 76 ટકા લોકોને રસી અપાઇ

ગોધરા16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં 4 કેન્દ્રો પર રસી મૂકવામાં આવી, 400ના લક્ષ્યાંક સામે 304 લોકોએ રસી લીધી
 • ડર રાખ્યા વગર કોરોના વેક્સિન લેવા માટે પ્રજાને અપીલ

સમગ્ર ભારત અને ગુજરાત રાજ્યમાં 16 જાન્યુના રોજથી કોવિડ-19ના રસીકરણ કાર્યક્રમનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્વ મોદીના હસ્તે કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે પંચમહાલમાં પણ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ નર્સીંગ કોલેજ. ગોધરા, સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાલોલ, હાલોલ અને શહેરા ખાતે પણ આ રસીકરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પંચમહાલ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.મીનાક્ષી ચૌહાણના જણાવ્યા મુજબ અગાઉ પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓને બીજો ડોઝ આપવાની કામગીરી સોમવારના રોજથી શરૂ કરી દેવામાં આવેલ છે.

નર્સીંગ કોલેજ. ગોધરા, સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાલોલ, હાલોલ અને શહેરા ખાતે રસીકરણ કાર્યક્રમનો બીજા ડોઝનો શુભાંરભ કરવામાં આવ્યો હતો. જેમાં નર્સીંગ કોલેજ ગોધરા ખાતે ડો. મયુરી શાહ, આર.એમ.ઓ. ગોધરા, ડો.પીનલ ગાંધી, મનોચિકિત્સક ગોધરા, ડો . બી.કે.પટેલ, ઇ.એમ.ઓ. જિલ્લા પંચાયત ગોધરા, ડો. અલી વંદેલીવાલા ફીજીશીયન પ્રાઇવેટ હોસ્પિટલ ગોધરા, ડો.સરવર વલી ગાયનેકોલોજીસ્ટ લારા મધર હેલ્થકેર હોસ્પિટલ ગોધરા, ડો.મહેન્દ્ર દેસાઇ, મનો ચિકીત્સક પ્રાઇવેટ હોસ્પિટલ ગોધરા, ડો.શ્યામસુંદર શર્મા પ્રેસીડેન્ટ આયુર્વેદીક એન્ડ હોમિયોપેથીક એસોસીએશન ગોધરા. આ ઉપરાંત ડો. સુનિલ ત્રિવેદી અને ડો. રાજેશ્રી ત્રિવેદી બાળરોગ નિષ્ણાંત ક્રિષ્ણા ચિલ્ડ્રન હોસ્પિટલ હાલોલ, ડો.પી . એન.બરુઆ જીલ્લા ક્ષય અધિકારી ગોધરા, ડો.પી.જે.જોષી તાલુકા હેલ્થ ઓફિસર હાલોલ જેવા પ્રતિષ્ઠિત અધિકારીઓએ સદર કોવિડ -19નો બીજા ડોઝ લઇ જાહેર જનતાને કોઇપણ જાતના ડર રાખ્યા વગર અને અફવાઓમાં ન આવી આ કોરોના વેકસીન લેવા માટે અપીલ કરેલ છે.

બીજા રાઉન્ડના રસીકરણ દરમિયાન પંચમહાલ જિલ્લામાં ચાર સ્થળોએ યોજવામાં આવેલ 400ના લક્ષ્યાંક સામે 304 લોકોનું કોવિડ-19નું રસીકરણ કરી 76 ટકા જેટલી કામગીરી નોંધાયેલ છે. હાલમાં સદર વેકસીનેશનની કામગીરી ચાલુ છે.

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના 2 કેસ, કુલ 3970
પંચમહાલ જિલ્લામાં રવિવારે કોરોના સંક્રમણનો અેક પણ કેસ નહી નોંધાતા રાહત સાંપડી હતી. જેને લઇને તંત્રઅે રાહત અનુભવી હતી. જિલ્લામાં કોરોના કેસોની સંખ્યા 3968 થવા પામી છે. જયારે જિલ્લામાં સક્રિય કેસોની કુલ સંખ્યા 21 થઈ છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના 2905 કેસ નોંધાયા છે. તથા ગ્રામ્ય વિસ્તારમાં 1065 કેસ મળી આવ્યા છે. કોરોનાથી 69 તથા અન્ય બિમારીથી 71ના મોત થતાં કુલ 140 મોત નોંધાયા છે. સાજા થનાર દર્દીઓ 3806 થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો