તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:પંચમહાલમાં નવા સત્રમાં 1142 વિદ્યાર્થીએ ખાનગી શાળામાંથી સરકારીમાં પ્રવેશ લીધો

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનામાં ખાનગી શાળાની ફી ન પોસાતાં અનેક વાલીઓએ બાળકોને સરકારી શાળામાં દાખલ કર્યા
  • ચાલુ સત્રમાં 1500 વિદ્યાર્થીઓ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવશે : શિક્ષણાધિકારી

પંચમહાલ જિલ્લામાં કોરોના મહામારીની બીજી લહેર શાંત થતાં સરકારે શિક્ષણનું નવું સત્ર ચાલુ કર્યું હતું. શાળાઅોમાં નવા બાળકોના અેડમિશન સહિત અોનલાઇન અભ્યાસ ચાલુ કર્યો હતો. ત્યારે કોરોનાકાળમાં વાલીઅોએ ખાનગી શાળાઅો કરતાં સરકારી શાળાના ભણતર પર વિશ્વાસ મૂક્યો છે. જેના પગલે ખાનગી શાળામાંથી અેલસી કઢાવી 1142 વિદ્યાર્થીઅોઅે સરકારી શાળાઅોમાં પ્રવેશ મેળવ્યો હતો. ખાનગી શાળાની મોંઘી ફી તથા સરકારી શાળાઅોમાં ફી નહીંવત સાથે અોનલાઇન અભ્યાસ સહિતની પ્રવૃત્તિઅોમાં સુધારો જોવા મળતાં વાલીઅોઅે તેમના બાળકોના અભ્યાસ માટે સરકારી શાળા પર મહોર લગાવી હતી.

જિલ્લામાં ખાનગી શાળાઅો છોડીને સરકારી શાળાઅોમાં 1142 વિદ્યાર્થીઅોઅે પ્રવેશ ફક્ત 20 દિવસમાં લીધો હતો. હજુ પણ ખાનગી શાળઅોમાંથી સરકારી શાળાઅોમાં વઘુ બાળકો દાખલ થશે તેવો પંચમહાલ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીએ દાવો કર્યો હતો. સરકારી શાળાઅોમાં ડ્રીમ પ્રોજેકટર, શિષ્યવૃત્તિ સહિતની સુવિધાઅોથી ભણતરના સ્તરમાં સુધારો અાવ્યો છે. જેને લઇને પંચમહાલ જિલ્લામાં ખાનગી શાળાઅો છોડીને સરકારી શાળાઅોમાં વિદ્યાર્થીઅો દાખલ થઇને શિક્ષણ મેળવી રહ્યા છે.

1500 છાત્રો સરકારી શાળામાં પ્રવેશ લેશે
સરકારી શાળાઅોમાં શિક્ષકો દ્વારા સુઅાયોજીત શિક્ષણ, શિષ્યવૃતિ, પાઠયપુસ્તકો સહીતની સુવિધાઅો અાપતાં ખાનગી શાળાઅોમાંથી 1142 વિદ્યાર્થીઅોઅે સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. હજુ પ્રવેશ પ્રક્રિયા ચાલુ હોવાથી 1500 જેટલા વિદ્યાર્થીઅો સરકારી શાળઅોમાં પ્રવેશ લેશે.- ડો. વિ.કે. પટેલ, પ્રા. શિક્ષણાધિકારી

અન્ય સમાચારો પણ છે...