તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:ગોધરા પાલિકાની ચૂંટણીમાં કોગ્રેસ-ભાજપના બે અભણ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે

ગોધરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ભાજપના 13 - કોગ્રેસના 8 ઉમેદવારો ધો.2થી 12 સુધી જ ભણેલા : પાલિકામાં 187 વચ્ચે જંગ ખેલાશે
 • જિલ્લાની 4 અને તાલુકા પંચાયતની 15 બેઠકો બિનહરીફ જાહેર થતાં ભગવો લહેરાયો

ગોધરા નગર પાલિકાની ચૂંટણીમાં 16મી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ હોવાથી રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારના ટેકામાં ઉમેદવારીપત્રો ખેંચવા સવારથી લાગી ગયા હતા. મંગળવારે ચુંટણી અધીકારીની કચેરી ખાતે 208માંથી 22 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. જેને લઇને હવે પાલીકાનો જંગ 187 ઉમેદવારો વચ્ચે લડાશે. જયારે રાજકીય પક્ષો શૈક્ષણીક લાયકાતને બદલે જ્ઞાતિવાદના આધારે ટીકટ આપતાં ભાજપના વોર્ડ 1માં એક અભણ ઉમેદવાર અને વોર્ડ 3 માં કોગ્રેસનો એક અભણ ઉમેદવાર પણ ચૂંટણી લડશે. ભાજપના કુલ ઉમેદવારોમાંથી 13 ઉમેદવારો ધોરણ 4થી 12 સુધી ભણેલા છે. જયારે કોગ્રેસના 8 ઉમેદવારો ધોરણ 2થી 12 સુધી ભણેલા છે.

આમ રાજકીય પક્ષો જ્ઞાતીવાદને હાવી થઇને ટીકીટ આપીને ચુંટણી લડાવી રહ્યા છે. ગોધરા પાલિકામાં 16 મીએ કુલ 22 ફોર્મ પરત ખેંચાયા હતા. જેમાં વોર્ડ નં 5 ના કોગ્રેસના એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચતાં હવે 3 કોગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડશે. ગોધરા પાલિકાની ચૂંટણીમાં ભાજપના 24, કોગ્રેસના 20 સહીત 143 ઉમેદવારો મળી કુલ 187 ઉમેદવારો વચ્ચે ચુંટણીનો જંગ ખેલાશે.

ગોધરાની 34 અને મોરવા(હ)ની 23 સીટ પર ચુંટણી યોજાશે
ગોધરા તાલુકા પંચાયતની તમામ 34 સીટ પર ચૂંટણી યોજાશે. 16 મીએ 5 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. જેથી 34 સીટ પર 80 ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ ખેલાશે. જેમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોગ્રેસ વચ્ચે થશે. મોરવા(હ)તાલુકા પંચાયતની 23 સીટ પર ભાજપ અને કોગ્રેસ વચચે સીધો જંગ ખેલાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો