ખેડૂતોના વાવેલા પાક સામે સંકટ:મેણા ગામની કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં

ગોધરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં વરસાદે અને શિયાળામાં સિંચાઈથી થયેલું નુકસાન

ભાદર ડેમ સિંચાઈ યોજના હેઠળ મેણા કેનાલ કે જે ખાનપુર તાલુકાના મેણા નજીકથી પસાર થાય છે. તેમાં કોઇક કારણોસર ગાબડું પડયું હતું. કેનાલમાં પડેલા ગાબડાંના કારણે પાણી ખેતરમાં ભરાવાને કારણે ખેડૂતોના ઉભો પાક બગડી જાય તેવી દહેશત સતાવી રહી છે. વરસાદી પાણીના નિકાલના અભાવે દર ચોમાસે કેનાલમાં ગાબડાં પડતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

કેનાલ વિભાગના કર્મીઓની લાપરવાહીને કારણે હાલ છેવાડાના ગામો સુધી પાણી પહોંચતું નથી. તેવા સમયે પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળતા મોંમાં આવેલો કોળીયો ઝૂંટવાઇ જશે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. પાકને નુકસાન થવા પામ્યું છે. અનેકવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓનું કે તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી. તંત્રની બેદરકારીના કારણે આ નુકસાની ખેડૂતોને વેઠવી પડે છે. તેવો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. ખેડૂતોને એક બાજુ વરસાદે રોવડાવ્યા છે ત્યારે બીજી બાજુએ ભાદરના પાણી ખેતરોમાં ફળી વળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોની મહેનત પર ભાદરના પાણીએ પાણી ફેરવી દીધું છે. ખેડૂતોનો આક્ષેપ એ પણ હતો કે હમણાં થોડા જ સમય પેહલા આ કેનાલનો સિલટિંગનો કોન્ટ્રાકટ આપ્યો હતો અને જેતે કોન્ટ્રાક્ટર દ્ધારા કેનાલમાંથી સિલટિંગ કાઢ્યું જ નથી અને બારોબાર બીલ કઢાવી લીધું છે જેનું નુકશાન આજે ખાનપુર તાલુકાના લોકોને ભોગવવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...