તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુવિધા સમાન મુદ્દો:પંચમહાલમાં જિલ્લા, તાલુકા પંચાયત સીટ પર આયાતી ઉમેદવારોનો મુદ્દો ભાજપા માટે દુવિધા સમાન

ગોધરા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્થાનિક ઉમેદવારોને ટિકિટ નહીં ફળવાય તો ચૂંટણી પરિણામમાં અસર દેખાવાની ચીમકીઓ શરૂ
 • ભામૈયા(પૂ) તાલુકા પંચાયત સીટ પર ભાજપના આયાતી ઉમેદવારને કાર્યકર્તાઓ જાકારો આપશે

પંચમહાલ જિલ્લા પંચાયત અને સાત તાલુકા પંચાયતની બેઠકોના પ્રકારોમાં બદલાવતા થતાં સીટ પર ઉલટફેર થયા છે. જેને લઇને જે બેઠક સામાન્ય હતી. તે અન્ય પ્રકારમાં બદલાતાં જુના જોગીઅોની સુરક્ષીત સીટ બદલાતાં તેઅોઅે અન્ય સીટ પર અા ચુંટણીમાં દાવેદારી કરી છે. જેને લઇને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો પર અાયાતી ઉમેદવારોના મુદ્દે ભાજપ પક્ષ દુવિધામાં મુકાયો છે. જુના જોગીઅોની પોતાની સીટ પ્રકાર બદલાતા અન્ય સીટ પર દાવેદારી નોધાવતાં સ્થાનીક કાર્યકરો અને ગામજનોઅે વિરોધ શરૂ કરી દીધો છે.

જેમા ઘોઘંબા તાલુકાના કાનપુર બેઠક પર અાયતી ઉમેદાવારને લઇને કમલમ ખાતે ગામજનો દોડીને અાવ્યા બાદ ભામૈયા(પૂર્વ) બેઠક પર અાયતી ઉમેદવારોનો મુદ્દો ઉછળ્યો છે. ભામૈયા(પૂર્વ)ની તાલુકા પંચાયત બેઠકનો પ્રકાર સામાન્ય બક્ષીપંચ હોવાથી અાયતી ઉમેદવારોનો રાફડો ફાટી નિકળ્યો છે.

ભામૈયા(પૂર્વ) તાલુકા પંચાયત સીટ પર અાયાતી ઉમેદવારની દાવેદારીને લઇને ભાજપના કાર્યકર્તાઅો અને ગ્રામજનોઅે લેખિતમાં રજૂઅાત કરી જણાવ્યું હતું કે અાયાતી ઉમેદવારને બદલે સ્થાનિક ઉમેદવારને ટિકિટ અાપવામાં અાવે અને જો અાયાતી ઉમેદવારને ટિકિટ અાપી તો ભારતીય જનતા પાર્ટીને ભારે નુકસાન થશે અને અમે અપક્ષ ઉમેદવારને ચૂંટી લડાવીશુ તેવી ચીમકી ઉચ્ચારી છે.

ભામૈયા(પૂર્વ)ના કાર્યકરો અને ગ્રામજનોઅે લેખિત રજુઅાત તાલુકા પ્રમુખને પણ કરી હતી. પરંતુ જેને રજુઅાત કરી તેઅોઅે જ ભામૈયા(પૂર્વ) પર અાયાતી ઉમેદવાર તરીકે દાવેદારી નોધાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. અાવી જ રીતે અાયતી ઉમેદવારનો મુદ્દો જિલ્લા અને તાલુકા પંચાયતની અનેક સીટ ઉભો થઇ શકે તેમ હોવાથી ચૂંટણીમાં ભાજપ પક્ષ માટે અાયાતી ઉમેદવાર ગળાંની હડ્ડી સમાન બને તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો