સંગ્રામ પંચાયત ચૂંટણી-2021:પંચમહાલ-મહીસાગર, દાહોદ જિલ્લામાં ગત વર્ષ કરતાં મતદાનમાં ઘટાડો નોંધાયો

પંચમહાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હાથ નથી હોંસલો છે : મોઢેથી માનીતાને મત આપ્યો - Divya Bhaskar
હાથ નથી હોંસલો છે : મોઢેથી માનીતાને મત આપ્યો
  • 2016ની ચૂંટણી કરતાં મતદાનમાં વધારો : ઠંડી છતાં ઉમેદવારો જોવાયા
  • 6 વાગ્યા બાદ પણ કેટલાક બૂથ પર મતદાન માટે લાઇનો લાગેલી રહી
  • સવારે લાગેલી લાઇનો દિવસભર પુરી જ ના થઇ, મોડી સાંજે પણ કતારો
  • ક્યાંક ચાલી ન શકતાં વડીલોને ઉંચકીને તો ક્યાંક વ્હિલચેર પર લવાયા

પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ચૂંટણીનો ભારે ધમધમાટ જોવા મળ્યો. વહેલી સવારે 7 વાગ્યે મતદારોની લાઇનો લાગવા માંડી હતી. ભારે ઉત્સાહ સાથે કડકડતી ઠંડીમાં પણ મતદારો મત આપવા આવી પહોંચ્યા હતાં. દિવસભર લગભગ તમામ ગ્રામપંચાયતોમાં શાંતિપૂર્ણ મતદાન ચાલ્યુ હતું. જ્યારે દાહોદના સંજેલીમાં બે યુવાનો વચ્ચેના ઝગડામાં ટોળા ભેગા થઇ જતાં પોલીસે લાઢીચાર્જ કરવાની ફરજ પડી હતી.

બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવનાર હોઇ મતદાનના સમયમાં વધારો થવા પામ્યો હતો. જેને કારણે લગભગ તમામ જિલ્લાના કેટલાંક તાલુકા પૈકીની અમુક ગ્રામપંચાયતોમાં મતદાન પુરં થવાના 6 વાગ્યાના સમયોપરાંત પણ મતદાન ચાલુ રાખવામાં આવ્યુ હતું. જે લોકો મતદાન કરવા લાઇનોમાં ઉભા હતાં તે તમામને પરિસરમાં લઇ ટોકન આપી મતદાન કરવા દેવામાં આવ્યુ હતું. જેને પગલે કેટલીક ગ્રામપંચાયતોમાં રાત્રે 8થી લઇ 9 વાગ્યા સુધી મતદાન ચાલ્યુ હતું. મતદાન માટેનો આટલો ઉત્સાહ જ લોકોની મતદાન અંગેની જાગૃતિનો ચિતાર આપી ગઇ હતી. ત્રણ જિલ્લાઓમાં એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું હતું.

સૌથી વધુ મતદાન દેવગઢ બારિયામાં 87.59% થયું
વર્ષ 2016માં થયેલી 343 ગ્રામંપચાયતોની ચૂંટણીમાં 49,397 મહિલા મતદાર અને 47430 પુરૂષોએ મતદાન કરતાં 82.53 ટકા મતદાન નોંધાયુ હતું. આ વખતે સરેરાશ મતદાન 84 ટકા નોંધાયુ છે. સાંજના પાંચ વાગ્યા સુધીના આંકડા જોતા 798471 કુલ મતદારોમાંથી 603388 મતદારો મતદાન કરી ચુક્યા હતાં. જેમાં પાંચ તાલુકામાં પુરૂષો કરતાં મહિલાઓ દ્વારા વધુ મતદાન કર્યાનું જોવા મળ્યુ હતું.

કાલોલમાં સૌથી વધુ 86.80%, સૌથી ઓછું મતદાન મોરવા(હ)માં 67.73% નોંધાયું
પંચમહાલ જિલ્લાની 349 ગ્રામ પંચાયની ચુંટણીમાં સવારે 7 વાગેે મતદાન ચાલુ થયું હતું. કોઇ જગ્યાઅે અનીચ્છીય બનાવ ન બનતાં જિલ્લા વહીવટી તંત્રઅે હાશકારો લીધો હતો. બેલેટ પેપરથી મતદાન કરાવતાં મતદાન મથકે લાંબી લાઇનો જોવા મળી હતી. જેથી 6 વાગ્યા બાદ પણ શિવરાજપુરના ઘોઘડવા ગ્રામ પંચાયત સહીત અનેક ગ્રામ પંચાયતમાં મોડે સુધી મતદાન ચાલુ રહ્યું હતું. જિલ્લાની ગ્રામપંચાયતની યોજાયેલ ચુંટણીનું અંદાજીત કુલ મતદાન 74.70 ટકા થયુ ગત વર્ષ કરતા 4.75 ટકા જેટલુ અોછુ મતદાન નોંધાયુ છે.

સૌથી વધુ બાલાસિનોરમાં 81.97 ટકા જ્યારે સંતરામપુરમાં સૌથી ઓછું 62.06% મતદાન
મહીસાગર જિલ્લામાં 256 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રવિવારે જિલ્લામાં 662 મતદાન મથકો પર 1806 મત પેટીઓમાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતુ. સંતરામપુર,ખાનપુર તાલુકામાં તથા લુણાવાડાના મલેકપુરમાં ચૂંટણીમાં મોટી સંખ્યમાં મતદારો મતદાન કરવા લાઇનમાં ઉભા રહ્યા હતા. મલેકપુર પ્રાથમિક શાળામાં સમય પુર્ણ થતા પ્રિસાઈડિંગ ઓફિસરે અંદાજીત 85 મતદારોને ટોકન અાપી મતદાન મથક પરિસરમાં બોલાવી મતદાન કરાવ્યુ હતુ. મતદાન પુર્ણ થયા બાદ મતદારોની લાઈન જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...