તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેસ શૂન્ય:પંચમહાલ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસ શૂન્ય રહ્યાં

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પંચમહાલ જિલ્લામાં કોરોનાની બીજી લહેર ધીરે ધીરે શાંત પડી રહી છે. જિલ્લામાં અેક સમયે કોરોના પીક પર હતો ત્યારે કોરોના અેક દિવસમાં 200થી વઘુ કેસો નોધવા પામ્યા હતા. કોરોના સંક્રમણને લઇને જિલ્લાના તમામ તાલુકાઅોમાંથી કોરોના કેસ નોધાઇ રહ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાય દિવસથી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ધટીને શુન્ય પર અાવતાં અારોગ્ય વિભાગે રાહતનો દમ લીધો હતો. હાલ જિલ્લામાં રોજના 800 થી 900 જેટલા કોરોના ટેસ્ટ થઇ રહ્યા છે. પણ છેલ્લા સાત દિવસથી જિલ્લામાં થતાં કોરોના ટેસ્ટ નેગેટીવ અાવતાં જિલ્લામાં સપ્તાહથી કોરોના શુન્ય કેસ નોધાઇ રહ્યા છે.

જિલ્લામાં રવિવારે પણ કોરોનાનો અેક પણ કેસ નોધાયો ન હતા. જિલ્લામાં કોરોના કુલ 9606 કેસ થયા છે. જયારે અત્યાર સુઘી 9417 કોરોના દર્દીઅો સાજા થયા છે. જિલ્લામાં કોરોના સક્રીય કેસ કોરોનાની પીક વખતે 1500 થી વઘુ થઇ ગયા હતા. તે હાલ ઘટીને ફક્ત 3 સક્રીય દર્દીઅો સારવાર લઇ રહ્યા છે. જયારે જિલ્લામાં કોરોનાની ગંભીર બીમારથી કોવિડથી 71 અને નોનકોવિડથી 119 દર્દીઅો મૃત્યુ પામ્યા હતા. જિલ્લામાં રસીકરણ અભીયમાન અંતર્ગત રવિવારે 3615 વ્યક્તિઅોઅે કોરોનાની રસી મુકાવી હતી.

મહીસાગરમાં 14માં દિવસે કોરોનાનો એક પણ કેસ નહીં
લુણાવાડા. મહીસાગર જિલ્‍લામાં સતત 14માં દિવસે એક પણ કેસ ન નોંધાતા મહીસાગર જિલ્‍લો કોરોનામુકત રહ્યો છે.જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 7491 કેસ પોઝિટિવ નોધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 7418 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જ્યારે હાલ જિલ્‍લામાં એકપણ દર્દી સારવાર હેઠળ નથી. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 22 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 51 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૭૩ મૃત્યુ નોંધાવા પામ્યા છે.

અન્ય સમાચારો પણ છે...