તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પંચમહાલ જિલ્લામાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ઘટીને 8 થઇ

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પંચમહાલ જિલ્લામાં શનિવારે રાહતના સમાચાર મળી રહ્યા હતા. જિલ્લામાં એકપણ કોરોના કેસ નોંધવા પામ્યો ન હતો. એક પણ કેસ ના નોધાતાં જિલ્લામાં કોરોના કુલ 9604 કેસ થવા પામ્યા હતા. 4 દર્દીને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા 8 થવા પામી છે. જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લામાં કોરોના સક્રીય કેસની સંખ્યા એક આંકડામાં આવી ગઇ હતી.

જિલ્લામાં હાલ એક પણ કેસ હોમ આઇસોલેશનમાં નથી. સક્રિય કેસો કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. શનિવારે જિલ્લાના શહેરી વિસ્તારોમાં એક પણ કેસ મળી ન આવતાં શહેરી વિસ્તારોમાં કેસની સંખ્યા 5525 થઈ છે. જયારે ગ્રામીણ વિસ્તારમાં પણ કોરોના કોઇ કેસ ન નોધાતાં કુલ કેસની સંખ્યા 4079 થવા પામી છે. 9410 દર્દીઓ કોરોનાને માત આપીને સ્વગૃહે પરત ફર્યા હતા. જિલ્લામાં કોવિડથી 71 અને નોન કોવિડથી 119 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. જિલ્લામાં હાલ વેક્સિનેશન ચાલી રહ્યું છે. શનિવારે 2649 વ્યક્તિઓએ રસી મુકાવતા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4,12,697 વ્યક્તિઓએ રસી મુકાવી છે.

અન્ય સમાચારો પણ છે...