તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:પંચમહાલ જીલ્લામાં 18 વર્ષથી વધુ ઉંમરની 14 લાખની વસ્તી સામે ફક્ત 11 ટકા લોકોએ કોરોના રસીના બે ડોઝ લીધા

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 8.41 લાખ યુવાઓમાંથી ફક્ત 98,503 યુવાઓએ પ્રથમ ડોઝ લીધો : 60 વર્ષથી વધુ ઉંમરના 50 ટકા લોકોએ બંને ડોઝ લીધા
  • ત્રીજી લહેરની સામે લડવા વધુ લોકોએ વેક્સિનેશન કરાવવું જોઇએ : ગામડાઓમાં રસીકરણ વધારવા જાગૃતતા લાવવી જરૂરી

કોરોના મહામારી સામે ફક્ત કોરોના રસી જ લડત અાપી શકે તેમ હોવાથી રાજય સરકાર દ્વારા વેક્સિનેશન અભીયાન શરૂ કરવામાં અાવ્યું હતુ. પ્રથમ હેલ્થ અને ફન્ટલાઇન વર્કર બાદ પંચમહાલમાં 60 વર્ષથી વઘુ ઉમરના વ્યક્તિઅોનું રસીકરણ શરુ કરવામાં અાવ્યું હતુ. જિલ્લામાં હાલ 18 વર્ષથી ઉપરની તમામ ઉંમરવાળા લોકો માટે કોરોના રસી મુકવામાં અાવી રહી છે. ત્યારે પંચમહાલ જિલ્લાની અાશરે 17 લાખ જેટલી વસ્તી છે. જેમાં 18 વર્ષથી વઘુ ઉમરના અાશરે 14 લાખ વ્યક્તિઅોનો સમાવેશ થયા છે. જેઅોનું હાલ વેક્સિનેશન ચાલી રહ્યું છે.

જીલ્લામાં અલગ અલગ સેન્ટરોમા રસીકરણ કરીને અત્યાર સુઘી જિલ્લામાં પ્રથમ ડોઝ 4.22 લાખ લોકોઅે લીધો જયારે બીજોડોઝ 1.51 લાખ લોકો લઇને કોરોનાથી સુરક્ષીત બન્યા છે. અામ જિલ્લામાં 18 વર્ષથી વઘુ ઉમરના 14 લાખમાંથી બંને ડોઝ 151004 લોકોઅે લીધા છે.

અામ જિલ્લાની 18 વર્ષથી વઘુ ઉંમરના 14 લાખ લોકો સામે ફક્ત 11 ટકા લોકો બંને ડોઝ લઇને કોરોનાથી સુરક્ષીત બન્યા છે. સરકાર દ્વારા તાજેતરમા 18 વર્ષ થી 44 વર્ષના જિલ્લાના 8.41 યુવાઅો માટે રસીકરણ અભિયાન શરૂ કરતાં હાલ ફક્ત 98503 યુવાનોઅે પ્રથમ ડોઝ લીધો છે.

જિલ્લામાં વેક્સીનેશનની ઝડપ વધારવી હોય તો ગામડાઅો સહીત તમામ વિસ્તારોમાં રસી અંગે જાગૃતા લાવી અાવનારી સંભવિત ત્રીજી લહેરથી બચવા કોરોનાની રસી મુકાવવી જોઇઅે. કોરોનાથી સુરક્ષીત રાખવા 60 ટકા વેક્સીનેશન જરુરી હોવાથી રસી મુકાવી જોઇઅે.

જિલ્લામાં વેક્સિનેશનના ઉમર દીઠ અાંકડા
વર્ષકુલ સંખ્યાપ્રથમ ડોઝબીજો ડોઝપ્રથમ ડોઝની
ટકાવારી
બીજા ડોઝની
ટકાવારી
18 થી 4484135198503-11.71-
45થી 593213951617656655050.3341.14
60થી વઘુ1774031261676375271.1250.53
અન્ય સમાચારો પણ છે...