તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પંચમહાલ જિલ્લામાં કોરોનાના 1200 ટેસ્ટમાંથી 9 પોઝિટિવ મળ્યા

ગોધરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના સક્રિય કેસ ઘટીને 73 થયા, કુલ 9558 કેસ નોંધાયા

પંચમહાલ જિલ્લામાં કોરોનાની બીજી લહેર પુર્ણતાને અારે છે. ત્યારે જિલ્લામાં રોજના 1200 કોરોનાના ટેસ્ટ કરવામાં અાવે છે. સોમવારે કોરોના કુલ ટેસ્ટમાંથી 9 કોરોના પોઝિટિવ દર્દીઅો મળી અાવ્યા હતા. જેથી જિલ્લામાં કોરોના કુલ 9558 કેસ થવા પામ્યા હતા. 48 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 73 થવા પામી છે. જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસો પૈકી ગોધરા શહેરમાંથી 04 કેસ, ગોધરા ગ્રામ્યમાંથી 01 કેસ અને હાલોલ ગ્રામ્યમાંથી 04 કેસ મળી આવ્યા છે.

શહેરી વિસ્તારોમાંથી મળી આવેલા કેસોની સંખ્યા 5504 થઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવેલ કેસોની સંખ્યા 4054 થવા પામી છે. 9299 દર્દીઓ કોરોનાને માત આપીને સ્વગૃહે પરત ફર્યા હતા. જિલ્લામાં કોવિડથી 71 અને નોન કોવિડથી 119 દર્દીઅો મૃત્યુ પામ્યા હતા. જિલ્લામાં 45 વર્ષથી ઉપરના લોકોનું વેકસિનેશ ચાલી રહ્યું છે. સોમવારે 45 વર્ષથી ઉપરના 130 વ્યક્તિઅોઅે રસી મુકાવી હતી. અામ જિલ્લામાં 272130 વ્યક્તિઅોઅે રસી મુકાવી હતી.

22 દર્દીને રજા અપાતાં કુલ 7306 દર્દીઓ સ્વસ્થ થયા, મહીસાગરમાં નવા 4 પોઝિટિવ કેસ
મહીસાગરમાં મંગળવારે બાલાસિનોર તાલુકામાં 2, લુણાવાડા તાલુકામાં 2 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ અાવતા જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 7462 કેસ પોઝિટિવ નોંધાયા છે. જિલ્‍લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાના 1, કડાણા તાલુકાના 1, લુણાવાડા તાલુકાના 8, સંતરામપુર તાલુકાના 10, વિરપુર તાલુકાના 2 દર્દીઓએ કોરોનાને માત આપતાં તેમને મંગળવારે રજા આપવામાં અાવતા કુલ 7306 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 22 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 51 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 73 મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલફલુ/ કોરોનાના કુલ 259369 લોકોના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 578 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...