તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પંચમહાલ જિલ્લામાં કોરોનાના નવા 9 કેસ કુલ 9549 દર્દી સામે 9286 સ્વસ્થ થયા

ગોધરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 77 કોરોના દર્દીઓ સ્વગૃહે પરત ફર્યા, સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 77
  • શહેરી વિસ્તારમાં કોરોનાના કુલ કેસ 5500

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણનું જોર સતત ઘટી રહ્યું છે. સોમવારે કોવિડ-19 સંક્રમણના નવા 9 કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 9549 થવા પામી છે. સોમવારે 77 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 77 થવા પામી છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસો પૈકી હાલોલ શહેરમાંથી 2 કેસ મળી આવ્યા છે.

શહેરી વિસ્તારોમાંથી મળી આવેલા કેસોની સંખ્યા 5500 થઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવેલા કેસો જોઈએ તો ગોધરા ગ્રામ્યમાંથી 01 કેસ, કાલોલ ગ્રામ્યમાંથી 3 અને મોરવા(હ) ગ્રામ્યમાંથી 3 કેસ મળી આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવતા કેસની સંખ્યા 4049 થવા પામી છે. સારવાર બાદ સાજા થતા સોમવારે કુલ 77 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 9286 થવા પામી છે.

મહીસાગરમાં સોમવારે 5 પોઝિટિવ કેસ, કુલ 7458
મહીસાગરમાં સોમવારે કોરોનાના વધુ 5 કેસ નોંધાયા છે. જેમાં લુણાવાડા તાલુકામાં 2, સંતરામપુર તાલુકામાં 2 અને વિરપુર તાલુકામાં 1નો સમાવેશ થાય છે. આમ જિલ્લામાં કોરોનાના કુલ 7458 કેસ નોધાયા છે. જિલ્લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી બાલાસિનોરના 6, ખાનપુરના 4, લુણાવાડાના 15 અને વિરપુરના 2 દર્દીઓએ કોરોનાને માત આપતાં કુલ 7284 દર્દીઓ સ્વસ્થ થયા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 22 વ્યક્તિના મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 51 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 73 મૃત્યુ નોંધાયા છે. હાલ 578 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઇન છે.

અન્ય સમાચારો પણ છે...