તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેકિંગ:પંચમહાલમાં જિ. પંચાયતના 15 ગુલ્લેબાજ કર્મચારીઓ ડીડીઓના ચેકિંગમાં ઝડપાયા

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીની બીજી લહેર શાંત પડતાં સરકારી કચેરીઅો સહિત પીઅેચસી, સીઅેચસી સેન્ટર, શાળાઅો, ગ્રામપંચાયત સહીત જિલ્લા પંચાયત હસ્તક અાવતી તમામ શાખાઅો કાર્યરત થઇ ગઇ છે.

કોરોનાને લીધે રજા માણેલા કર્મીઅો કચેરીઅોમાં અનિયમીત અાવતા હોવાની ફરીયાદ જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડ સુઘી પહોચી હતી. જેને લઇને ડીડીઅો અર્જુનસિંહ રાઠોડે નોકરીના સ્થળે અનીયમીત અાવતાં કર્મચરીઅોને પકડવા 10 ટીમની રચના કરી હતી. અને જિલ્લા વિકાસ અધીકારીઅે જાતે પણ ચેકીંગ કરવાનું શરૂ કર્યું હતું.

જિલ્લા પંચાયત હસ્તક પીઅેચસી સેન્ટર, શાળાઅો, ગ્રામપંચાયતના તલાટીઅો અનિયમિત અાવતાં હોવાથી અરજદારોને પરેશાન થવું પડે છે. જેને લઇને ચેકીંગ દરમ્યાન જિલ્લા પંચાયતના પીઅેચસી , શાળા અને ગ્રામ પંચાયતમાં તલાટીઅો ગેરહાજર મળી અાવ્યા હતા. ચેકીંગ દરમ્યાન 15 લેટલતીફ કર્મચારીઅો ઝડપાયા હતા.

ડીડીઅોના ચેકીંગને લઇને લેટલતીફ કર્મીઅો નિયમિત અાવતા થઇ ગયા હતા. જયારે ઝડપાયેલા 15 ગુલ્લેબાજ કર્મીઅોને ગેરહાજર રહેવાના ખુસાલા કરતી નોટીસ ફટકારી હતી. અાવનારા દિવસોમાં જિલ્લા વિકાસ અધીકારી અને તેમની ટીમ કડક ચેકીંગ કરીને કચેરીઅોમાં ગેરહાજર રહેતાં કર્મીઅો પણ કાર્યવાહી કરશે.

1 ટીમમાં 2 ક્લાસ વન અધિકારી હતા
જિલ્લા પંચાયત હસ્તક કચેરીમાં અનીયમીત અાવતાં કર્મચારીને પકડવા 10 ટીમ સાથે હું પણ ચેકીંગ કરવા જંઉ છું. અત્યાર સુધી 15 કર્મચારીઅો અનીયમિત અાવતાં ઝડપાયા છે. તેઅોને નોટીસ અાપવામાં અાવી છે. ચેકીંગ કરવા જતી અેક ટીમ 2 ક્લાસ વન અધીકારીઅો હોય છે. >અર્જુનસિંહ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી

અન્ય સમાચારો પણ છે...