કોરોના અપડેટ:પંચમહાલમાં કોરોનાના 7 કેસ સામે 59 દર્દીઓ સ્વસ્થ થયા

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના કુલ 9512 કેસ : 230 સક્રિય દર્દીઓ સારવાર હેઠળ

પંચમહાલ જિલ્લામાં બુધવારે કોવિડ-19 સંક્રમણના ફક્ત 7 કેસ મળતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 9512 થઇ છે. બુધવારે 59 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપતા હાલ સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 230 થઇ છે. નવા મળી આવેલા તમામ કેસો પૈકી ગોધરા શહેરમાંથી 1 કેસ મળી અાવતાં શહેરી વિસ્તારોમાંથી મળલા કેસોની સંખ્યા5487 થઈ છે.

ગ્રામ્ય વિસ્તારોમાં ગોધરા ગ્રામ્યમાં 4, મોરવા(હ) ગ્રામ્યમાં 1, હાલોલ ગ્રામ્યમાં 1 અનેમોરવા(હ) ગ્રામ્યમાંથી 1 કેસ મળ્યા છે. ગ્રામ્યમાંથી મળતા કેસની સંખ્યા 4025 થઇ છે. સારવાર બાદ સાજા થતા બુધવારે કુલ 59 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી હતી. હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 9096 થઇ છે. જિલ્લામાં અત્યાર સુઘી કોવિડથી 71 અને નોન કોવિડથી 119 દર્દીઅો મૃત્યુ પામ્યા છે.બુધવાર 45 વર્ષથી ઉપરના કુલ 205 વ્યક્તિઓને રસી આપવામાં આવી હતી. જિલ્લામાં 269848 વ્યક્તિઅોને અત્યાર સુઘી કોરોનાની રસી મુકાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...