કોરોના રસીકરણ:પંચમહાલમાં 1.48 લાખના લક્ષ્ય સામે 58,175 વ્યક્તિઓએ વેક્સિન લીધી

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે 10 વાગ્યા સુધીમાં પંચમહાલ-દાહોદમાં ધરખમ રસીકરણ

શુક્રવારે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં 1.48 લાખને કોવિડ-19 રસીકરણ મુકવાનું મેગા ડ્રાઇવનું આયોજન કર્યું હતું. જિલ્લામાં એક પણ વ્યક્તિ કોરોના પ્રતિરોધક રસીકરણથી વંચિત ન રહે તે માટે પંચમહાલ કલેક્ટર સુજલ મયાત્રા અને ડીડીઓ અર્જુનસિંહ બી. રાઠોડે વહેલી સવારથી ગોધરાના સિવિલ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન સહિતના વિવિધ રસીકરણ કેન્દ્રોની મુલાકાત લઈને વેક્સિનેશન કામગીરીનું જાત નિરીક્ષણ હાથ ધર્યું હતું.

આ મેગા ડ્રાઈવ અંતર્ગત મહત્તમ સંખ્યામાં લાભાર્થીઓને આવરી લેવા માટે વહેલી સવારે 5.00 કલાકથી વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે. મોડી રાત સુધી આ કામગીરી ચાલુ રહી હતી. બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, ગામોમાં તેમજ હાઉસ-ટુ-હાઉસ વેક્સિનેશન કરી મહત્તમ લાભાર્થીઓને આવરી લેવાયા છે. ડીડીઓએ આરોગ્યકર્મીઓની રસીકરણની કામગીરીને બિરદાવી મેગા ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ લોકોને રસી આપવા સઘન પ્રયાસો કરવા જણાવ્યું હતું. આ રસીકરણ મેગા ડ્રાઇવમાં પંચમહાલ જિલ્લામાં સાંજના 5 કલાક સુધીમાં 32245 લોકોને રસી આપી છે.

વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓએ વિવિધ વિસ્તારમાં નાગરિકોનો રૂબરૂ સંપર્ક કરી રસીકરણ અંગે જાગરૂકતા વધારી રસી લેવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. અત્યાર સુધી 72 ટકાથી વધુ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 37 ટકાથી વધુને બીજો ડોઝ અપાયો છે. 13.14 લાખ નાગરિકોને રસી આપવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. અત્યાર સુધી 9 લાખ 46 હજારથી વધુને રસીનો પ્રથમ ડોઝ અને 3.57 લાખને બીજો ડોઝ અપાયો છે.

દાહોદમાં 99 હજારના લક્ષ સામે 85,600નું વેક્સિનેશન
દાહોદ જિલ્લામાં વેક્સિનની લાયકાત ધરાવતા 15,37,737 લોકોમાંથી 13,29,202 લોકોને વેક્સિનના પ્રથમ ડોઝ જયારે 4,24,293 લોકોને બીજો ડોઝ આપી દેવાયો છે. જિલ્લામાં બાકી હોય તેવા હજી 2,08,535 લોકોને વેક્સિનેશનમાં બાકી હતી. 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રીના જન્મ દિવસે દાહોદ જિલ્લામાં મહારસીકરણ અભિયાન અંતર્ગત જિલ્લાના 99 હજાર લોકોને વેક્સિન આપવાનું આયોજન હતું.

મહારસીકરણ અભિયાન અંતર્ગત જિલ્લામાં 600 વેક્સિનેશન સેન્ટર ઉભા કર્યા હતાં. જેમાં આરોગ્ય વિભાગનાં કુલ 2950 કર્મચારીઓની ટીમ વેક્સિનેશનની કામગીરીમાં જોતરાઇ હતી. 1200 વેક્સિનેટર દ્વારા નાગરિકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી. સાંજના છ વાગ્યા સુધી જિલ્લામાં 77385 લોકોને કોરોનાની રસી અપાઇ ગઇ હતી. જિલ્લામાં મોડી રાત સુધી રસીકરણ કાર્યક્રમ ચાલ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...