તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પંચમહાલમાં કોરોના પોઝિટિવના 4 કેસ નોંધાતાં સક્રિય આંક 76 થયાે

ગોધરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

પંચમહાલ જિલ્લામાં બુધવારે 1 કોરોના પોઝીટીવ દર્દીઅો મળી અાવતા જિલ્લામાં કોરોના કુલ 9562 કેસ થવા પામ્યા હતા. 1 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા 76 થવા પામી છે. જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસો પૈકી ગોધરા શહેરમાંથી 1 કેસ મળી આવ્યો છે. શહેરી વિસ્તારોમાંથી મળી આવેલા કેસોની સંખ્યા 5505 થઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવેલ કેસોમાં ગોધરા ગ્રામ્યમાંથી 01 કેસ, કાલોલ ગ્રામ્યમાં 1 અને ઘોઘંબા ગ્રામ્યમાંથી 1 કેસ મળી અાવતાં ગ્રામીણ વિસ્તારમાં કોરોના કુલ કેસની સંખ્યા 4057 થવા પામી છે.

9300 દર્દીઓ કોરોનાને માત આપીને સ્વગૃહે પરત ફર્યા હતા. જિલ્લામાં કોવિડથી 71 અને નોન કોવિડથી 119 દર્દીઅો મૃત્યુ પામ્યા હતા. જિલ્લામાં 45 વર્ષથી ઉપરના લોકોનુ| વેકસિનેશ ચાલી રહ્યું છે. બુધવારે 45 વર્ષથી ઉપરના 247 વ્યક્તિઅોઅે રસી મુકાવી હતી. અામ જિલ્લામાં 272377 વ્યક્તિઅોઅે રસી મુકવામાં આવી હતી.

મહીસાગરમાં બુધવારે 5 પોઝિટિવ કેસ નોંધાયા
મહીસાગર જિલ્લામાં બાલાસિનોરમાં 2, લુણાવાડામાં 3 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ અાવતા કોરોનાના કુલ 7467 કેસ પોઝિટિવ નોધાયા છે. જિલ્‍લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી લુણાવાડાના 6 અને સંતરામપુરના 6 દર્દીઓએ કોરોનાને માત આપતાં રજા આપવામાં અાવતા અત્યાર સુધીમાં કુલ 7318 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 22 વ્યક્તિના મૃત્યુ થયા છે.

અન્ય સમાચારો પણ છે...