તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પંચમહાલમાં 180 કોરોના પોઝિટિવ દર્દીઓ સામે 281ને ડિસ્ચાર્જ કરાયાં

ગોધરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં કોરોનાના કુલ 8307 કેસ, 1546 દર્દીઓ હાલ સારવાર હેઠળ

પંચમહાલમાં કોરોના પોઝીટિવના 180 કેસ નોધાતા જિલ્લામાં કુલ 8307 કેસ નોધાયા હતા. જેમાં શહેરી વિસ્તારો ગોધરા 26 તથા કાલોલ 2 કોરોના કેસ નોધાતા શહેરી વિસ્તારમાં કુલ 5069 કેસ નોધાયા હતા. જયારે ગ્રામ્ય વિસ્તાર ગોધરા 32, ઘોઘંબા 5 , કાલોલ 57, મોરવા(હ) 16 અને શહેરા 43 કોરોના કેસ મળી અાવતાં કુલ 3238 કેસ મળી અાવ્યા હતા. જિલ્લામાં ગુરૂવારે કોરોના 281 દર્દીઅોઅે કોરોનાને માત અાપતા તેઅોને રજા અપાઇ હતી. જિલ્લામાં કોરોના કુલ 6580 દર્દીઅો સાજા થયા હતા. જિલ્લામાં કોરોના 1546 સક્રીય દર્દીઅો હાલ સારવાર લઇ રહ્યા છે. જિલ્લામાં કોવિડથી 71 અને નોનકોવિડથી 114 કોરોના દર્દીઅો મૃત્યુ પામ્યા હતા. ગુરૂવારે જિલ્લામાં 45 વર્ષથી ઉપરની ઉમંરવાળા 408 વ્યક્તિઅોને કોરોનાની રસી મુકાવતા જિલ્લામાં કુલ 255806 વ્યક્તિઅોઅે રસીકરણમાં ભાગ લીધો હતો.

મહીસાગરમાં 110 પોઝિટિવ કેસ
મહીસાગર જિલ્લામાં ગુરૂવારે બાલાસિનોર તાલુકામાં 13, કડાણા તાલુકામાં 18, ખાનપુર તાલુકામાં 24, લુણાવાડા તાલુકામાં 11, સંતરામપુર તાલુકામાં 25 અને વિરપુર તાલુકામાં 19 ના કોરોના રીપોર્ટ પોઝીટીવ અાવતા જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 6430 કેસ પોઝીટીવ નોધાયા છે. જિલ્લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકામાં 64, કડાણા તાલુકામાં 8, ખાનપુર તાલુકામાં 20, લુણાવાડા તાલુકામાં 35, સંતરામપુર તાલુકામાં 22 અને વિરપુર તાલુકામાં 20 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતાં જિલ્લામાં કુલ 4730 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.

દાહોદ જિલ્લામાં નવા 85 સંક્રમિતો
ગુરુવારે દાહોદ જિલ્લામાં કોરોનાના નવા 85 કેસ નોંધાયા હતા. દાહોદ શહેરના 13, દાહોદ ગ્રામ્યના 10, ઝાલોદ અર્બન 3, ઝાલોદ ગ્રામ્ય 9, બારિયા અર્બન 2, દે.બારિયા ગ્રામ્ય 6, લીમખેડા 8, સીંગવડ 2, ગરબાડા 10, ધાનપુર 2, ફતેપુરા 11 અને સંજેલીના 9 નવા સંક્રમિતો નોંધાયા હતા. આ સાથે જિલ્લામાં સાજા થયેલા 107 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. તો જિલ્લામાં સારવાર પામતા વધુ 2 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...