કોરોના અપડેટ:પંચમહાલમાં કોરોના સંક્રમણના 18 કેસ, કુલ આંક 3493 નોંધાયો

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 12 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાતાં કુલ 3464 દર્દીઓ સાજા થયા

પંચમહાલમાં સોમવારે કોવિડ-19 સંક્રમણના 18 નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 3493 થવા પામી છે. 12 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓ 169 રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસોમાંથી શહેરી વિસ્તારોમાંથી 14 કેસો મળી આવ્યા છે. જે પૈકી ગોધરામાંથી 10, હાલોલમાંથી 03 કેસ અને કાલોલ શહેરમાંથી 01 કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2551 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી 04 કેસ મળી આવ્યા છે. જે પૈકી કાલોલમાંથી 03 અને ઘોઘંબામાંથી 01 કેસ મળી આવ્યા છે. આ સાથે જ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવેલા કેસોની સંખ્યા 942 થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ 12 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 3464 થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 169 થઈ છે.

અન્ય સમાચારો પણ છે...