તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:ગોધરા-કાલોલના 35થી વધુ ગામોમાં સરપંચપદ માટે રોસ્ટર પદ્ધતિ લાગુ નથી

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરપંચોએ અડિંગો જમાવતાં ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા હોવાની બૂમો ઉઠી

પંચમહાલ જિલ્લામાંથી દાહોદ બાદ મહિસાગર જિલ્લો છુટો પડતાં જિલ્લામાં 550થી વઘુ ગામો રહ્યા છે. ચૂંટણી અાયોગે તમામ સમાજ અને પછાતોને લાભ મળે તે માટે રોસ્ટર પધ્ધતી લાગુ કરી છે. અા રોસ્ટર પદ્ધતિ તમામ સમાજને ગામનું પ્રતિનિધિ કરવાનો મોકો મળે છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સરપંચ સહીતની ચુંટણીમાં રોસ્ટર પધ્ધતીથી સીટ અારક્ષીત કરીને ચૂટણી માટે ઉમેદવારો ઉભા રહે છે. પણ પંચમહાલ જિલ્લામાં અેવા 39 ગામો પણ છે ત્યાં હજુ સુઘી રોસ્ટર પધ્ધતી લાગુ કરવામાં અાવી નથી.

ગોધરા તાલુકાના 15 અને કાલોલ તાલુકાના 24 ગામમાં રોસ્ટર પધ્ધતિ લાગુ થઇ ન હોવાથી અાવા ગામમાં દર ચૂંટણીમાં અેક પરિવારના સરપંચ તરીકે ચૂંટાઇ અાવવાથી અન્ય સમાજ કે પછાત વર્ગને લાભ ન મળતાં અેક હથ્થુ ગામનું શાસન ચાલતાં વિકાસને બાધા અને ભ્રષ્ટાચારે માઝા મુકાઇ છે. સ્થાનિક રાજકીય નેતાઅો જાણીબુઝીને અા ગામોમાં રોસ્ટર પધ્ધતિ લાગુ નહિ કરીને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે અન્ય ચૂંટણીમાં તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે.

ત્યારે ગોધરાના માજી ધારાસભ્ય રોસ્ટર લાગુ ન થયેલ ગામ માટે અવાઝ ઉઠાવીને સરપંચની ચૂંટણીમાં રોસ્ટર પદ્ધતિ લાગુ કરાવવા ઉચ્ચકક્ષાઅે રજુઅાત કરશે તેમ જાણવા મળી રહ્યું છે. જયારે રોસ્ટર પદ્ધતિ અંગે જિલ્લાના નિવાસી કલેકટરે જણાવ્યું કે અમે તમામ ગામોમાં રોસ્ટર પદ્ધતિ નિયમ મુજબ અને કોમ્પ્યુટરના લીસ્ટથી લાગુ કરવાની સુચનાઅો અાપી દીધી છે. રોસ્ટર અંગેની ગ્રામજનોની રજુઅાત અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...