દુષ્કર્મની ફરિયાદ:કાલોલ તાલુકામાં માનસિક અસ્થિર સગીરાને બે શખ્સોએ પીંખી નાખી

ગોધરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કાલોલ પોલીસ મથકે દુષ્કર્મ કર્યાની ફરિયાદ

કાલોલ તાલુકાની માનસીક અસ્થીર સગીરા ખેતરમાંથી ચાલતી ગામમાં વેફરનું પડીકું લેવા ગઇ હતી. તે દરમ્યાન નરેન્દ્ર ઉફે સંગો કાશીરામ પરમારે સગીરાને પકડીને ખેંચીને ધરમાં લઇ ગયો હતો. ત્યાં અન્ય હવસખોર વિજય ઉફે ફેણીયો રમણભાઇ પરમાર હાજર હતો. તેઓ બંને હવસ ખોરોએ સગીર વયની અને માનસીક રીતે અશક્ત હોવાનુ જાણવા છતાં બંને જણાએ બળજબરી પુર્વક સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરીને આ વાત કોઇને કરીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.

સગીરાએ ધરે જઇને વાત કરતાં પરિવારજનો હવસખોરોના ધરે કહેવા જતાં એક આરોપીએ પરીવારના એકને બંચકુ ભરીને બંને નાસી ગયા હતા. આ અંગેની પોલીસ ફરીયાદ કાલોલ પોલીસ મથકે નોધાઇ હતી

અન્ય સમાચારો પણ છે...