ભયનો માહોલ:ગોધરાના ગોન્દ્રામાં ઘોડાએ બે વ્યકિતઓને બચકાં ભર્યા

ગોધરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાયર ફાઇટરોએ ઘોડાને કાબૂમાં લીધો

ગોધરા શહેરના ગોન્દ્રા વિસ્તારમાં રખડતો ઘોડાઅે ધમાસાન મચાવીને બે વ્યક્તિઅોને બચકા ભરતાં ગોધરા સિવિલ હોસ્પીટલમાં સારવાર લેવી પડી હતી. ગોન્દ્રા વિસ્તારમાં વિફરેલા ઘોડાઅે રસ્તામાં જે પણ વ્યક્તિ અાવે તેને બચકા ભરવા દોડતાં વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. ગોન્દ્રા વિસ્તારના યાકુબ તપેલીઅે તાત્કાલીક ફાયર વિભાગને જાણ કરતા ફાયરના લાશ્કરો દ્વારા સ્થાનીક રહીશોના સહયોગથી વિફરેલા ઘોડાને દોરડાથી બાંધીને કાબુમાં લેતાં લોકોઅે હાશકારો અનુભવ્યો હતો. મેડીકલ ટીમને બોલાવીને કાબુમાં લીધેલા ઘોડાની સારવાર કરીને તેને સલામત સ્થળે રાખવામાં અાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...